________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માન દુ:ખો જ ભોગવ્યાં છે. તો હવે એવી કંઈ કૃપા કરો કે જેથી ચતુર્ગતિનું પરિભ્રમણ ટળે અને આત્મસ્વરૂપનો લાભ થાય. અલ્પસંસારી, આસન્નભવ્ય જીવોને જ આવા ભાવવાહી આંતરિક પ્રશ્નો ઉદ્દભવે છે. ગ્રંથકાર સમાધાન કરતાં મનમાં સમજે છે કે જ્યાં સુધી સત્ય રીતે આત્મા જાણવામાં ન આવે ત્યાં સુધીનાં સમાધાન પથ્થર પર પાણી સમાન છે. માટે તે પ્રથમ કહે છે કે, આત્મા ત્રણ પ્રકારના છે: બહિરાત્મા સંસારના પદાર્થોમાં અર્થાત્ દેહાદિને આત્મા માને છે, પરમાર્થની યથાર્થ શ્રદ્ધા પામતો નથી. અંતરાત્મા શીરાદિ પરવસ્તુઓથી ભિન્ન આત્મતત્ત્વને યથાર્થપણ શ્રદ્ધે છે અને પરમાત્મા સર્વ પ્રકારની કર્મની ઉપાધિથી રક્તિ પરમશુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન છે. પરમાત્મ-સ્વરૂપનું ગ્રંથકાર બહુ વિસ્તારથી યુક્તિપૂર્વક વિવેચન કરે છે. દેહાત્મષ્ટિવાળા જીવને સંબોધતાં આચાર્યશ્રી કહે છે કે હૈ ભાઈ, તમે જીવ (આત્મા ) અને અજીવ (શરીર ) ને એક્મક ન કરો. કારણ કે લક્ષણથી બન્ને પદાર્થો જુદા જુદ છે. જે પર છે, તે પર જ છે અને આત્મા પોતાના સ્વરૂપ સાથે અભિન્ન છે એ જ અધિકારમાં મોક્ષ એટલે પરમાત્મપદ પામવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે.
હૈ યોગી, આ શરીર છેદાય, ભેદાય અથવા નાશ પામે તો ભલે પણ તું નિર્મળ આત્મ-ભાવના ભાવ કે જેથી સંસાર-સાગરનો પાર પામીશ. આત્મભાવના જ મોક્ષનો સરળ અને શાંત ઉપાય છે. શ્રીમદ્દજીએ પણ કહ્યું છે કે“ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.”
ગ્રંથમાં સમતાનો જે મહિમા કહ્યો છે તે પણ સ્વચિત્તમાં વિચારવાયોગ્ય છે.
આ આત્મદેવ દેરાસરમાં નથી, પાષાણની પ્રતિમામાં નથી, કે ચિત્રમાં નથી. પરંતુ એ અક્ષય નિરંજન જ્ઞાનમય પરમાત્મા સમતા રસમાં પરિણમી રહેલા સત્પુરુષોમાં જ વિરાજમાન છે.
બીજા મહાધિકારના પ્રારંભમાં શિષ્ય સવિનય શ્રી ગુરુને કહે છે કે- હૈ ગુરુદેવ, આપ કૃપા કરીને મને મોક્ષ, મોક્ષનું કારણ તથા મોક્ષનું ફ્ળ ો જેથી હું પરમાર્થને જાણું. આ અધિકારમાં મુખ્યપણે ઉપર વ્હેલા વિષયોનું વિશદ વિવેચન છે. એક દોહરામાં પુણ્યને અતિમહત્ત્વ આપનારાઓ પ્રત્યે તેઓ કહે છેઃપુણ્યર્ક્શન લીધે મનુષ્યને વૈભવ (ધન ) મળે છે, ધનથી મદ થાય છે, તથી બુદ્ધિ ચલાયમાન થાય છે. અને બુદ્ધિની ચપલતાને લીધે પાપ થાય છે, આ પ્રકરનું પુણ્ય અમને ન લે. આ કથનથી દેવ, ગુરુ શાસ્ત્રની નિંદાને છૂટ મળતી નથી. અથવા દેવશાસ્ત્ર ગુરુની પૂજા આદિનો નિષેધ થતો નથી, તેથી આચાર્યશ્રી આગળની ગાથામાં લખે છે કે જેઓ દેવ, શાસ્ત્ર તથા સત્પુરુષો પ્રતિ દ્વેષ કરે છે તેને નક્કી પાપ થાય છે. આ દોહરામાં સ્પષ્ટપણે પાપ આચરવાની ના પાડી છે.
એ જ અધિકારમાં ઉપદેશબોધ પણ ઘણો છે, એક સ્થળે આચાર્યશ્રી ત્યાગી માટે લખે છે કે- જે જિનલિંગ ધારણ કરીને મનગમતા પરિગ્રહોની ઈચ્છા કર્યા કરે છે જીવ વમન કરીને ફરીથી તેને ખાય છે. જેઓ લાભ તથા કીર્તિને અર્થે મોક્ષમાર્ગને તજી બેસે છે, તેઓને ગ્રંથર્તા કહે છે કે તે પુરુષ એક ખીલા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com