Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમવૃત્તિની પ્રસ્તાવના સમસ્ત વિશ્વમાં એક પણ જીવ એવો નહિ હોય કે જે સુખ તથા શાંતિને ન ઈચ્છતો હોય તથા રાત-દિવસ તેને માટે અનેક પ્રકારના લૌકિક પુરુષાર્થમાં પ્રવર્તન ન કરતો હોય છતાં તેને યથાર્થ આત્મિક સુખનો એક અંશ પણ પ્રાપ્ત થતો નથી; પરંતુ નિરંતર અપાર દુઃખ જ અનુભવાય છે. સર્વ સાંસારિક સુખ કલ્પનાજન્ય સુખ છે અર્થાત્ તે સુખ સુખરૂપ ન હોવા છતાં સંસારી મોહી જીવોએ તેને સુખ માની લીધું છે. પરમાર્થ દષ્ટિએ જે વિચાર કરીએ તો તે દુ:ખનું જ રૂપાંતર છે. અજ્ઞાનને આધીન થઈ જીવ પુણ્યોદયને સુખ માની બેસે છે, પણ માની લીધેલા તે સુખના અંતરંગમાં અપાર અશાંતિ તથા અત્યંત આકુળ-વ્યાકુળતા ભરેલી છે. એ ક્ષણિક સુખ સુખ નથી. એ સુખની પાછળ અનેક જાતનાં દુઃખ પોતાનાં દર્શન આપ્યા જ કરે છે. મહાન તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના કાવ્યમાં લખ્યું છે. કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!” તીવ્ર મિથ્યાદર્શન ઉદયને લીધે જીવ યથાર્થ સુખને સમજી શકતો નથી. આ વાત નિર્વિવાદ સિદ્ધ છે કે લોકમાં તો સુખ નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે સુખ શામાં છે? તથા તેના ઉપાયો કયા ઈત્યાદિ, એનો ઉત્તર મહાપુરુષોએ શાસ્ત્રોમાં અનુભવપૂર્વક આપેલ છે. શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં સ્પષ્ટ જણાવે છે કે आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति। नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः।। १।। આત્મબ્રાન્તિથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. બાકી આત્મજ્ઞાન વગરનાં તીવ્ર તપ આદિ મોક્ષનાં સાધક બનતાં નથી. એ જ વાતને શ્રીમદ્દજી જણાવે છે કે- “સર્વ કલેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ અને અસત્સંગ તથા અસસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી.” આત્મજ્ઞાન એટલે આત્મા ભૌતિક પદાર્થોનું મમત્વ તજીને, મહાપુરુષોએ જે પ્રમાણે આત્મા જાણ્યો અને અનુભવ્યો છે તે જ પ્રમાણે જાણે, શ્રદ્ધા અને અનુભવે. ત્રણે કાળમાં આ જ સુખી થવાનો માર્ગ છે. સંસારનાં બધાં દર્શનો અને મતો જીવના કલ્યાણ અર્થ ઉત્પન્ન થયાં છે. પણ એક વીતરાગ દર્શન વિના અન્ય દર્શનોમાં તે વાત અત્યંત અવિરોધી દેખાતી નથી. યથાર્થ આત્મજ્ઞાન થવાથી આ આત્મા કર્મ, કર્મનાં કારણો, આત્મા તથા પરમાત્મા શું છે તે સત્યપણે જાણી શકે છે. તે પહેલાં તે વિષયમાં સંદિગ્ધ રહ્યા કરે છે. આત્માનું યથાર્થ કલ્યાણ મોક્ષ છે. સમ્યગ્દર્શન (આત્મજ્ઞાન) વિના મોક્ષની Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 240