Book Title: Parmatma Prakash Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુખસમુદ્રના અમૃતરસમાં નિમગ્ન કરવા ઉપકારી થાય એવા આ અમૂલ્ય ગ્રંથની પ્રાપ્તિ કરાવે છે. પ્રાયે નિશ્ચયનયનાં શાસ્ત્રો ગુરૂગમ વિના શસ્ત્રરૂપ થઈ પડે છે અર્થાત્ આત્મહિતને હાનિકર્તા થાય છે. પરમાત્મપ્રકાશ પ્રભુશ્રીજી સમક્ષ વંચાવવાનું શરૂ કર્યું ત્યારે તેઓશ્રીએ નીચે પ્રમાણે બોધ કર્યો હતો: આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષોના અંતરાત્મામાં રહ્યો છે. પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આવાં પુસ્તકો વાંચતાં જીવ કયાંની કયાં ભૂલ કરે છે- નહિ માની બેસવાનું માની અર્થનો અનર્થ કરે છે. સમજ્યો ન હોય તે સમજ્યો છે એવું બોલતાં શીખી જાય છે. માટે નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. નિશ્ચયવાણી અગ્નિ જેવી છે-કોઈ હાથથી અગ્નિ પકડવા જાય તો બળી જાય, તેને પકડવા ચીપિયા જેવું કોઈ સાધન જોઈએ. તે સાધન ગુરુ પાસે છે. લખેલું બધું સાચું છે પણ તેનું ભાન જ્ઞાનીને છે.” માટે જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત દષ્ટિએ આવાં શાસ્ત્રો વિચારતાં આત્મહિત થવા યોગ્ય છે. શ્રી યોગીદવ રચેલ યોગસાર નામે ગંથ કે જેના ૧૦૮ ઘેહા કે તેનો ગૂર્જરપદ્યાનુવાદ પણ ઉપયોગી જાણી આ ગ્રંથ અંતે સામેલ કર્યો છે. તેમ જ પરમાત્મપ્રકાશના ગુજરાતી અને હિન્દ ઘેહરા પણ ઉપયોગી જાણી ગ્રંથની ક્વટે સળંગ આપ્યા છે. આ ગ્રંથનો સદુપયોગ, પરમાત્મપદાભિલાષી સજ્જનોને પરમાત્મપદની આરાધનામાં, આત્મશ્રેય સાધવામાં, પ્રબળ ઉપકારક બનો અને દુર્લભ એવા અપૂર્વ જોગની સાર્થક્તા કરાવવામાં અધ્યાત્મભાવના–ભૂષિત કરી બોધિ અને સમાધિ સુખની પ્રાપ્તિ કરવામાં વા આત્મવિચારણા જગાવવામાં-પ્રબળ સયક બનો એ જ અભ્યર્થના. સુખધામ અનંત સુસંત ચહી, ( દિન રાત્ર રહે તધ્યાનમહીં પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વાયા આણંદ. અધ્યાત્મરસિક સં. ૨૦૧૩ના પોષ સુદ ૧૫ રાવજીભાઈ દેસાઈ તા. ૧૬-૧-૧૯૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 240