Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
२०
અર્પણ કરી ગુર્જરગિરા અને ગુજરાતી સાહિત્યને પણ સમૃદ્ધ કર્યાં છે. તેમની આ કૃતિ તેમના કર્મસાહિત્યવિષયક અગાધ જ્ઞાન સાથે ચિરંજીવ રહી જશે.
પંચસંગ્રહ ગ્રંથમાં શાસ્ત્રકારે જે ગૌરવપૂર્ણ વિષયો ચર્ચ્યા છે તેનો પરિચય વાચકો ગ્રંથની શરૂઆતમાં આપેલી વિષયાનુક્રમણિકા જોઈને જ કરી લે, એ વધારે યોગ્ય છે.
અંતમાં, જૈન પ્રજા, આજકાલ ગુજરાતી ભાષામાં ઉતારવા તાત્ત્વિક જૈન સાહિત્યમાં દિન-પ્રતિદિન વધારે ને વધારે રસ લેનારી અને જ્ઞાન-ચારિત્રસમૃદ્ધ થાઓ એટલું કહી વિરમું છું. લિ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી શિષ્ય આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલાના આદ્ય સંપાદક મહારાજ શ્રી ચતુરવિજયજી ચરણ સેવક મુનિ પુણ્યવિજય