Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દિગંબર સંપ્રદાયમાં લભ્ય હોવાનું માનવામાં આવે છે, એટલે આચાર્ય શ્રીચંદ્રષિએ સંગૃહીત સત્કર્મ અને કષાયપ્રાભૂત ગ્રંથો દિગંબરમાન્ય ગ્રંથો હશે, કે શ્વેતાંબરમાન્ય સ્વતંત્ર ગ્રંથો હશે એ શંકા સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત થયા સિવાય રહી શકતી નથી. આનું સમાધાન સ્પષ્ટ રૂપે કરવું ધારી લઈએ તેટલું સરળ ભલે ન હોય તે છતાં એટલી વાત તો નિર્વિવાદ છે કે પ્રસ્તુત પંચસંગ્રહ શાસ્ત્રમાં શ્વેતાંબરાચાર્યકૃત પ્રકરણોના સંગ્રહનો જ સંભવ અધિક સંગત તેમજ ઔચિત્યપૂર્ણ છે.
અહીં એક વસ્તુ સ્પષ્ટ કરી દેવી યોગ્ય છે કે “કષાયપ્રાકૃત એ નામ પ્રાભૃત શબ્દાન્ત હોઈ સમયપ્રાભૃત પધ્ધાભૂત વગેરે પ્રાભૃતાન્ત ગ્રંથો દિગંબર સંપ્રદાયના હોઈ કષાયકાત ગ્રંથ પણ દિગંબરાચાર્યકૃત હોવો જોઈએ.” એમ કોઈને લાગે; આ સામે એટલું કહેવું જ બસ છે કે, શ્વેતાંબરમાન્ય ગ્રંથરાશિમાં સિદ્ધપાહુડ-સિદ્ધપ્રાભૃત કર્મપ્રાભૃત વગેરે ગ્રંથો સુપ્રસિદ્ધ છે. એ રીતે શ્વેતાંબર સંપ્રદાયમાં કષાયપ્રાભૃત ગ્રંથ હોવામાં બાધક થવાને કશું જ કારણ નથી. પંચસંગ્રહ વગેરેની જેમ સમાનનામના અને સમાનવિષયના ગ્રંથો આજે પણ લભ્ય છે. '
- પંચસંગ્રહ ઉપર સ્વોપજ્ઞ અને આચાર્ય શ્રીમલયગિરિસૂરિકૃતિ એમ બે સમર્થ ટીકાઓ મળે છે; જે અનુક્રમે દશહજાર અને અઢાર હજાર શ્લોકપ્રમાણ છે. આ બન્નેય ટીકાઓ એકીસાથે અતિવ્યવસ્થિત રૂપમાં “મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ડભોઈ” તરફથી પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે. તેમજ ‘શ્રેષ્ઠિવર્ય દેવચંદ લાલભાઈ વગેરે તરફથી આ ટીકાઓ છૂટી છૂટી પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે.
આ ઉપરાંત ખંભાતના શાંતિનાથના તાડપત્રીય જૈન જ્ઞાનભંડારમાં વા(રા ?)મદેવ કૃત ૨૫૦૦ શ્લોક પ્રમાણ દીપક નામની ટીકા હોવાની નોંધ મળે છે, પરંતુ આ ટીકા મારા જોવામાં હજુ સુધી આવી નથી. આ દીપક ગમે તેવો હોય તે છતાં કહેવું જોઈએ કે સ્વપજ્ઞ ટીકા અને મલયગિરિકૃત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાઓને અનુસરીને જ એ સંક્ષિપ્ત કૃતિ બની હશે. પંચસંગ્રહકારનો સમય
પંચસંગ્રહકાર આચાર્ય કયા સમયમાં થયા હશે અથવા તેઓશ્રી કઈ શાખાના હશે ? ઈત્યાદિ વિષે કશોય સ્પષ્ટ ઉલ્લેખ કયાંય જોવામાં આવતો નથી. ફક્ત સ્વોપજ્ઞ ટીકાના અંતની પ્રશસ્તિમાં પોતે પાર્થર્ષિના શિષ્ય છે એટલું જ જણાવ્યું છે. એટલે પંચસંગ્રહકાર ભગવાન્ શ્રી ચંદ્રર્ષિ શ્રી પાર્શ્વર્ષિના શિષ્ય હતા એથી વિશેષ આપણે એમને વિષે બીજું કશું જ સ્પષ્ટ રૂપમાં જાણી શકતા નથી. તેઓશ્રી મહત્તરપદ વિભૂષિત હતા કે કેમ એ વિષેનો ઉલ્લેખ પણ તેમની કૃત્તિમાં મળતો નથી. સ્વોપજ્ઞ ટીકામાં પોતા માટે ‘વન્દ્રષિT' વન્દ્રર્થfબધાનેન સાધુના એટલો જ ઉલ્લેખ છે, તેમજ આચાર્ય શ્રીમલયગિરિએ પણ મયા વેન્દ્રર્ષિ નાના સાધુના એટલો જ ઉલ્લેખ કર્યો છે. આમ હોવાથી પંચસંગ્રહકાર આચાર્ય મહત્તરપદ વિભૂષિત હતા–એ માટે બીજા સામાન્ય રીતે ચાલુ ઉલ્લેખનો જ આધાર આપણે રાખી શકીએ.
આચાર્ય શ્રીચંદ્રર્ષિના સત્તા-સમય વિષે એટલું જ અનુમાન કરી શકાય કે, ગર્ગષિ, સિદ્ધર્ષિ, પાર્શ્વર્ષિ, ચંદ્રર્ષિ આદિ ઋષિશબ્દાત્ત નામો મોટે ભાગે નવમી-દશમી શતાબ્દીમાં વધારે