Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ પંચાસ્તિકાય येषामस्तिस्वभावः गुणैः सह पर्यायैर्विविधैः ।। ते भवन्त्यस्तिकायाः निष्पन्नं यैस्त्रैलोक्यम् ॥५॥ અર્થઃ “જીવ”, “પુદ્ગલસમૂહ”, “ધર્મ”, “અધર્મ” તેમ જ “અકાશ એ પદાર્થો પિતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પિતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેને અસ્તિત્વસ્વભાવ છે તે “અસ્તિકાય છે. તેનાથી ઐક્ય ઉત્પન્ન થાય છે.'' વિવેચન : જીવને સ્વભાવ ઊર્ધ્વગમન છે. “સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ.” પાંચે ઇંદ્રિ પુદ્ગલને ગ્રહણ કરે છે. મન અરૂપી રૂપી બન્નેને જાણે છે. સંસારી જીવને વધારે સંબંધ પુગલની સાથે છે. ધર્મ-અધર્મ ગતિ–સ્થિતિમાં સહાય કરે છે. આકાશ તદ્દન નિર્મળ છે. એનું કામ અવકાશ આપવાનું છે. બધાને આધાર જીવને ભાવ છે. ભાવ પુદ્ગલને આકર્ષે છે. નહીં તે પરાણે કંઈ ન આવે. દરેક દ્રવ્ય તિપિતાના સ્વભાવમાં રહે છે. જીવને સ્વભાવ જાણવાને છે. તે નિરંતર જાણ જાણ કરે છે. કર્મને આધીન હોવાથી સાધન હોય તે જાણે. કર્મ બંધાયાં છે તે અનાદિકાળથી છે. જીવ ક્યારેય કર્મરહિત ન હતે. પિતાની સ્થિતિ પરાધીન લાગે તે સંતોષ ન થાય. વૈરાગ્ય આવ્યા વિના વૃત્તિ આત્મામાં ન રહે. “જબ જાએંગે આતમાં તબ લાગેંગે રંગ.” અજ્ઞાનમાંથી જાગે તે આત્માને રંગ લાગે. શ્રુતજ્ઞાનના બળથી આખા લેકનું જ્ઞાન થાય છે. જીવને પુદ્ગલનું અભિમાન છે. પુદ્ગલ એક પરમાણુરૂપ છે, પણ તેવા અનંતાનંત પરમાણુઓ છે. તેના વિવિધ પ્રકારે સ્કંધ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90