Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 80
________________ ૭૫ પંચાસ્તિકાય 'आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण । सो तेण परचरित्तो हव दित्ति जिणा परूवंति ॥१५७॥ आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन । स तेन परचरित्रः भवतीति जिनाः प्ररूपयन्ति ॥१५७॥ અર્થ : જે ભાવ વડે આત્માને પુણ્ય અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વે કહ્યું છે. વિવેચન : ધર્મક્રિયામાં જેટલે અંશે રાગ તેટલે અંશે પુણ્ય, જેટલા અંશે વીતરાગભાવ તેટલા અંશે નિર્જરા. જ્ઞાની છે તે સ્વરૂપસ્થિરતા માટે બને તેટલે ઉદ્યમ કરે છે. જેનું ફળ પુણ્ય કે પાપ આવે તે પરચારિત્ર છે. जो सव्वसंगमुक्को अणण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सोसगचरियं चरदि जीवो॥१५८॥ यः सर्वसङ्गमुक्तः अनन्यमनाः आत्मानं स्वभावेन । जानाति पश्यति नियतं सः स्वकचरितं चरति जीवः ॥१५८।। અર્થ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે સ્વચારિત્ર આચરનાર જીવ છે. વિવેચનઃ જે અસંગ થયા છે, મારું જગતમાં કશુંયે નથી એવું જેને થયું છે, જેને થયું છે, જેનો સ્વભાવ જાણવા દેખવાને છે તે સ્વચારિત્ર આચરનાર જીવ છે. चरियं चरदि सगं सो जो परदव्वप्पभावरहिदप्पा। दसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो ॥१५९॥ चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा । दर्शनज्ञानविकल्पमविकल्पं चरत्यात्मनः ॥१५६।।

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90