________________
૭૪
પંચાસ્તિકાય
છે તે દ્રષ્ટિથી અનિર્મલ છે. જે તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તે કર્મબંધથી રહિત થાય.
વિવેચન : જેમ પાણીમાં બીજી વસ્તુઓ આવવાથી મલિન દેખાય છે, છતાં પાણી તે પાણુરૂપે જ રહે છે તેમ આત્માને સ્વભાવ તે નિર્મલ છે. પિતાના સ્વભાવમાં રહે તે મુક્ત થાય. “સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું” (ઉ. છા. ૫). સમ્યગ્દર્શનથી પિતાને સ્વભાવ પ્રગટે પછી સંવરનિર્જરા કરતો જીવ કર્મબંધથી મુક્ત થાય છે. जो परदव्वम्मि सुहं असुहं रागेण कुणदि जदि भावं । सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ॥१५६॥ यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावं । स स्वकचरित्रभ्रष्टः परचरितचरो भवति जीवः ॥१५६।।
અર્થ : જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ “સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને પરચારિત્ર આચરે છે એમ જાણવું. - વિવેચન : પરને લઈને શુભાશુભ ભાવ થાય છે અને તેથી કર્મ બંધાય છે. સ્વભાવમાં જીવ રહે તે મેક્ષ થાય. શુભાશુભભાવ તે સંસાર છે. “તેહ શુભાશુભ છેદતાં ઊપજે મેક્ષસ્વભાવ.” શુભાશુભમાં ચારિત્રથી ભ્રષ્ટ છે. ચારિત્ર એટલે સ્થિરતા. સમ્યગ્દર્શન થાય પછી ચારિત્ર આવે છે. ચારિત્ર અને પછી સાધુને સિદ્ધદશાનું જ ચિત્ત પ્રવર્તે છે છડ્રેથી સાતમે અને સામેથી છટ્ટે એમ થયા કરે, પછી બળ વધે ત્યારે શ્રેણી માંડે. શુભાશુભભાવ છે તે ચારિત્રથી ભ્રષ્ટતા છે. ચારિત્રના ઘણા ભેદ છે. આ વાત કરી તે નિશ્ચયનયની છે.