________________
પંચાસ્તિકાય
૮૩
ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું.
વિવેચન : બધાયે પ્રવચનને સાર “પંચાસ્તિકાય” માં આવી જાય છે. “દ્રવ્યાનુયેગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે” (૮૬૬). એ કરવાનું છે. એ રહસ્ય હૃદયમાં એંટે તે મિક્ષ થાય. દર્શનમેહ ઘટે, પાંચ ઇંદ્રિયના વિષયમાં ઉદાસીનતા થાય અને પુરુષને વેગ હોય તે જ આ પંચાસ્તિકાયશાસ્ત્ર પરિણમે છે. શ્રદ્ધા પણ વિશેષ નિર્મલ દ્રવ્યાનુગથી થાય છે. એના મુખ્ય પાત્ર મુનિ છે, તેમ છતાં સમ્યક્ત્વ નિર્મલ થવાનું કારણ છે. એક વચન પણ જ્ઞાનીનું હૃદયમાં ઊતર્યું તે કલ્યાણ થઈ ગયું. આ પંચાસ્તિકાય સમાધિમરણનું કારણ છે. મૂળ ગ્રંથ શ્રી કુંદકુંદાચાર્યને રચેલે છે. તે ઉપરથી પરમ કૃપાળુદેવે ગુજરાતી અવતરણ કર્યું છે તે સરલ હેવાથી સમજાય એવું છે.
ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ્