Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 86
________________ પંચાસ્તિકાય વિવેચન : બધી ઈચ્છા રેકીને સિદ્ધસ્વરૂપની ભકિત ર્યા વિના, તેની સાથે અભેદભાવ થયા વિના મેક્ષ ન થાય. જેને આત્મસ્વરૂપનું ભાન છે તેનું કહેલું માન્ય થયા વિના સમ્યદર્શન ન થાય. સમજણ ફેરવવાની છે. અંતર ફેરવવાનું છે. सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स मुत्तरोइस्स । दूरयरं णिव्वाणं संजमतवसंपओत्तस्स ॥१७०॥ सपदार्थ तीर्थंकरमभिगतबुद्धेः सूत्ररोचिनः । दूरतरं निर्वाणं संयमतपःसम्प्रयुक्तस्य ।।१७०॥ અર્થ : પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથ પ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તે તેને મેક્ષ કંઈ દૂર નથી. વિવેચન : જે સાચે છે તે સાચાને જ ભજે છે. મૂર્તિમાન મેક્ષ તે પુરુષ છે.” (૨૪૯) સપુરુષ એળખવા મુશ્કેલ છે. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” પુરુષ પરમાત્મા છે, એમ થાય ત્યારે જ ભક્તિ ઊગે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે)(૨૫૪) માહાસ્ય ન લાગે ત્યાં સુધી ભક્તિ ન થાય. પ્રત્યક્ષ સદ્દગુરુને મેટો ઉપકાર છે. સિદ્ધસમાન આત્મા છે. એમાં ભક્તિ, લીનતા થાય તે મોક્ષનું કારણ છે. નિગ્રંથપ્રવચનમાં રૂચિ તે સમ્યક્ત્વનું કારણ છે. પિતાના આત્માને જાગૃત કરવા ભક્તિ કરવાની છે. अरहंतसिद्धचे दियपवयणभत्तो परेण णियमेण । जो कुणदि तवोकम्मं सो सुरलोंग समादियदि ॥१७१॥

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90