________________
૭૨
પંચાસ્તિકાય
कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरसी य । पावदि इंदियरहिदं अव्वावाहं सुहमणंतं ॥१५१।।
कर्मणामभावेन च सर्वज्ञः सर्वलोकदर्शी च । प्राप्नोतीन्द्रियरहितमव्याबाधं सुखमनन्तं ॥१५१॥
વિવેચન : જ્યારે કર્મોના અભાવથી આત્મા સર્વજ્ઞ અને સર્વલેકદશ થાય છે, ત્યારે ઇન્દ્રિયાતીત અનંત અવ્યાબાધ સુખને પામે છે. . दंसणणाणसमग्गं. झाणं णो अण्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ॥१५२॥
दर्शनज्ञानसमग्रं ध्यानं नो अन्यद्रव्यसंयुक्तं । जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ॥१५२॥
અર્થ દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતુથી ધ્યાવે છે તે મહાત્મા 'वापसहित' छे.
વિવેચન : દર્શનશાન ઉપગથી ભરપૂર આત્મા અસંગ છે એવું ધ્યાન જ્યારે થાય ત્યારે આત્મસ્થિરતા થાય છે. जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि । ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ॥१५३॥
यः संवरेण युक्तो निर्जरनथ सर्वकर्माणि । .. व्यपगतवेद्यायुष्को मुञ्चति भवं तेन स मोक्षः ।।१५३।।
અર્થ : જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતે છતે વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે..