Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ પંચાસ્તિકાય વિવેચન : આત્માને કર્મ સિવાય ફાઈ નડે નહીં. કર્મને લઈને જીવને અનેક અવસ્થા થઇ છે, પણ કર્મરૂપ થયા નથી. જુદો છે. કર્મનો નાશ થાય ત્યારે પેાતાનું ભાન થાય. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી.” (૬૦૯) માક્ષ, સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન પેાતાની પાસે છે. ભાન નથી. તે થવા સદ્ગુરુની જરૂર છે. सता सव्वपयत्था सविस्सरूवा अणतपज्जाया । भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एक्का ॥८॥ सत्ता सर्वपदस्था सविश्वरूपा अनन्तपर्याया । भङ्गोत्पादधीव्यात्मिका सप्रतिपक्षा भवत्येका ॥८॥ અર્થ : સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણુ અને પર્યાયાત્મક છે. ઉત્પાદન્યયવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. વિવેચન : છ પદાર્થ અસ્તિત્વવાળા છે, દ્રવ્ય છે, આત્માની સત્તા છે. તેને જાણવાના ગુણ છે. મધાય પદાર્થીની સત્તા જુદી જુદી છે. એ સત્તામાં અનંત ગુણપર્યાય છે. ઉત્પાદન્યવધવ દરેક સત્તામાં છે. દરેકમાં સામાન્યપણું અને વિશેષપણું છે. ચેતના એ પ્રકારે છે. સામાન્યપણે વસ્તુને જાણે તે દર્શન અને વિશેષપણે વસ્તુને જાણે તે જ્ઞાન. दवियदि गच्छदि ताई ताईं सम्भावपज्जयाई जं । दवियं तं भण्णन्ते अणण्णभूदं तु सत्तादो ॥९॥ द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत् । द्रव्यं तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः ॥९॥

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90