Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 18
________________ પંચાસ્તિકાય एवं सतो विनाशो असतो जीवस्य नास्त्युत्पाद: । तावज्जीवानां देवो मनुष्य इति गतिनामः ॥ १६॥ અર્થ : એમ સટ્ના વિનાશ અને અસત્ જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યાદિ પર્યાંય ગતિનામકર્મથી હાય છે. ૧૩ વિવેચન : જે દ્રવ્ય ન હાય તેની ઉત્પત્તિ ન થાય અને જે હાય તેના નાશ ન થાય. જીવ કદી નાશ ન પામે એવી અટપટી વસ્તુ છે. તે સ્યાદ્વાદથી સમજવા ચૈગ્ય છે. પર્યાય-ગતિ બદલાય છે તેને જીવ નાશ થયા, ઉત્પન્ન થયે કહેવાય છે તે કર્મજનિત વિભાવથી છે. મનુષ્ય મયે, દેવ ઊપજ્ગ્યા એ બધા કર્મજનિત વિભાવપર્યાય છે. અન્ય જીવ ઊપજતા નથી, પણ જીવની અન્ય અવસ્થા `ઊપજે છે. એ અવસ્થામાં આધારરૂપ જીવ હતા તે તે તે જ છે, જીવનું અસ્તિત્વ સળંગ છે પણ પર્યાય તેને ભિન્ન ભિન્નરૂપે બતાવે છે. જીવન, મરણ પર્યાયની અપેક્ષાથી છે. આત્મા દ્રવ્યરૂપે ટંકાકીણું છે. સંસારી જીવ પર્યાયને જુએ છે તેથી દુઃખી થાય છે. દ્રવ્યદૃષ્ટિને ભૂલી ગયા છે. જગતને દ્રવ્ય અને પર્યાય બન્ને દૃષ્ટિથી જુએ અને સમતા રાખા. પર્યાય વિના વ્યવહાર ન ચાલે અને દ્રવ્યદૃષ્ટિ વિના સમતા ન રહે. “જગત આત્મ રૂપ માનવામાં આવે” (૩૦૧). જગતમાં જડ ને ચેતન અને છે. જે જેના અર્થ છે તે તેરૂપ લક્ષ રાખે છે. આત્મા છે તે જગત જોવાય છે દ્રવ્યદૃષ્ટિથી જગત નિત્ય છે, પર્યાયથી અર્ધું પલટાય છે. નામકર્મને લઇને શરીર ઉત્પન્ન થાય છે. णाणावरणादीया भावा जीवेण सुटु अणुबद्धा | तेसिमभावं किच्चा अभूदपुच्वो हवदि सिद्धो ||२०|| ૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90