________________
પંચાસ્તિકાય
अविभक्तमनन्यत्वं द्रव्यगुणानां विभक्तमन्यत्वं । नेच्छन्ति निश्चयज्ञास्तद्विपरीतं हि वा तेषां ॥४५॥
અર્થ : દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે, બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણને નાશ થાય, અને ગુણના નાશથી દ્રવ્યને નાશ થાય એવું એકપણું છે. - વિવેચન : ગુણ અને દ્રવ્યમાં નામ વગેરેથી ભેદ છે પરંતુ પ્રદેશભેદ નથી. ववदेसा संठाणा संखा विसया य होति ते बहुगा । ते तेसिमणण्णचे अण्णत्ते चावि विज्झते ॥४६॥... व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः । ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यते ॥४६॥
અર્થ : વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનથી એ ચારેને અભેદ છે.
વિવેચન : ગુણ ઘણા છે, દ્રવ્ય એક છે. ગુણ ભિન્ન ભિન્ન વિષયવાળા છે. જ્ઞાન જાણવાનું કામ કરે, દર્શન દેખવાનું કામ કરે, ચારિત્ર સ્થિરતા કરાવે છે એમ દરેક ગુણ જુદા જુદા કહેવાય છે. णाणं धणं च कुव्वदि धणिणं जह णाणिणं च दुविधेहिं । भणंति तह पुधन एयचं चावि तच्चण्हू ॥४७॥ ज्ञानं धनं च करोति धनिनं यथा ज्ञानिनं च द्विविधाभ्यां । भणंति तथा पृथक्त्वमेकत्वं चापि तत्त्वज्ञाः ॥४७॥
અર્થ : પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું