Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 43
________________ ૩૮ પંચાસ્તિકાય पयडिद्विदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को । उड्ढे गच्छदि सेसा विदिसावज्ज गर्दि जंति ॥७३॥ प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधः सर्वतो मुक्तः । ऊवं गच्छति शेषा विदिग्वज्जी गतिं यांति ॥७३॥ અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે. વિવેચન : બંધમાં ચાર વસ્તુ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. એ ચારેથી મુક્ત થાય ત્યારે જીવ સીધી ગતિથી ઊર્ધ્વગમન કરે છે. બીજે દેહ ધારણ કરવા જાય ત્યારે પણ જીવ ગગનશ્રેણી અનુસાર ઉપર નીચે અને ચાર દિશામાં ગમન કરે છે. खंधा य खधदेसा खंधपदेसा य होति परमाणू । इदि ते चदुवियप्पा पुग्गलकाया मुणेयव्वा ॥७४॥ स्कंधाश्च स्कंधदेशाः स्कंधप्रदेशाश्च भवन्ति परमाणवः । इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।।७४॥ અર્થ : અંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણ. વિવેચન : હવે પુદ્ગલદ્રવ્યનું વિશેષ વર્ણન કરે છે. તેના ચાર ભેદ છે. खधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसोत्ति । अद्धद्धं च पदेशो परमाणू चेव अविभागी ॥७५॥

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90