________________
પંચાસ્તિકાય
વકાશ, આ
અવકાશને કાપી નથી, જે કાળના
વર્ગણાના તરંગરૂપ બને છે. તે વર્ગણ પરમાણુના સ્કંધરૂપે હોય છે. તે દ્વારા શબ્દ સર્વત્ર ફેલાય છે. णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेत्ता। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं ॥८॥ नित्यो नानवकाशो न सावकाशः प्रदेशतो भेत्ता । स्कंधानामपि च कर्ता प्रविभक्ता कालसंख्यायाः ॥८०।।
અર્થ ? તે પરમાણુ નિત્ય છે, પિતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પિતે એકદેશી હેવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતું નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતું નથી, સ્કંધના ભેદનું કારણ છે–સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધને કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણન)ને હેતુ છે.
વિવેચન : એક પ્રદેશમાં એક પરમાણુ રહે, તે જ જગ્યાએ બીજા અનંત પરમાણુ સ્કંધપણે રહી શકે છતાં તે પરમાણુને બાધ ન આવે. ખરે અવકાશ તે તે પિતાના ગુણોને જ આપે છે. સ્કંધમાંથી છૂટવાને વખત આવે ત્યારે તેમાંથી નીકળી જાય તેથી સ્કંધના ખંડનું અથવા ભેદનું કારણ છે. ભેદ અને સંઘાતથી સ્કંધ ઊપજે છે. કાળ અને ક્ષેત્રના માપનું કારણ પણ પરમાણુ છે. સૂર્યચંદ્રની ગતિ આદિથી કાળ મપાય છે. જીવને ભ્રમ છે કે પુદ્ગલે મને પકડ્યો છે, પરંતુ ખરી રીતે જીવે પુદ્ગલને પકડ્યું છે. છેડે તે છૂટે.
एयरसवण्णगंध दो फासं सदकारणमसई । . खधंतरिदं दव्वं परमाणुं तं वियाणेहि ॥८॥