Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 60
________________ ખેંચાસ્તિકાય ૫૫ વિવેચન : માક્ષમાર્ગમાં આ નવ તત્ત્વ જાણવા પ્રત્યેાજનભૂત છે. जीवा संसारत्था णिव्वादा चेदणप्पमा दुविधा | उवओगलक्खणा वि य देहादेवीचारा ॥ १०९ ॥ जीवाः संसारस्था निर्वृत्ताः चेतनात्मका द्विविधाः । उपयोगलक्षणा अपि च देहादेहप्रवीचाराः ॥१०६॥ અર્થ : ‘સંસારસ્થ' અને સંસારરહિત’એમ એ પ્રકારના જીવેા છે. અને ચૈતન્યપયાગ લક્ષણ છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવા છે. વિવેચન : પહેલા તત્ત્વમાં જીવ છે, તે એ પ્રકારનાસંસારી અને સિદ્ધ. અને ચૈતન્ય લક્ષણ છે. સંસારી જીવ શરીર સહિત અને સિદ્ધ જીવ શરીર રહિત છે. पुढवीय उदगमगणी वाउवणप्फदिजीवसंसिदा काया । देति खलु मोहबहुलं फार्स बहुगा वि ते तेसिं ॥ ११०॥ पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पति जीवसंश्रिताः कायाः । ददति खलु मोहबहुलं स्पर्श बहुका अपि ते तेषां ॥ ११० ॥ અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવાને મેહનું પ્રબળપણું છે અને સ્પર્શઇંદ્રિયના વિષયનું તેને જ્ઞાન છે. વિવેચન : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેની કાયા છે તે પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય કહેવાય છે. એ જીવાને એક જ સ્પર્શેન્દ્રિય હોય છે. તે દ્વારા તે સુખદુઃખ વેઠે છે. જીવસંશ્રિત એટલે જીવસહિત છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90