________________
પંચાસ્તિકાય
- एकरसवर्णगंधं द्विस्पर्श शब्दकारणमशब्दं । स्कंधांतरितं द्रव्यं परमाणुं तं विजानीहि ।।१।।
અર્થ : એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણો.
વિવેચન : સ્કંધમાં તફાવત હોય છે, ત્યાં તેને કરનાર પરમાણુના ગુણોના પર્યાયમાં ફેર હોય છે. જેમ કે ભેંસનું દૂધ, ગાયનું દૂધ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું નિમિત્ત પામીને પુદ્ગલના વર્ણાદિ ફરે છે. જેમ કે ઘઉં અમુક ક્ષેત્રે, અમુક મોસમમાં અમુક દ્રવ્ય મળતાં થાય. વસ્તુને સ્વભાવ હોય તે પુરુષાર્થ કામ આવે. उवभोज्जमिदिएहिं य इंदिय काया मणो य कम्माणि । जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे ॥८२॥ ... उपभोग्यमिन्द्रियैश्चेन्द्रियः काया मनश्च कर्माणि । यद्भवति मूर्तमन्यत् तत्सर्वं पुद्गलं जानीयात् ॥८२॥
અર્થ ઇંદ્રિએ કરી ઉપગ્ય, તેમજ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુદ્ગલ દ્રવ્ય જાણવું.
વિવેચન : પુદ્ગલસ્કંધની મુખ્ય પાંચ વણા છે. (૧) આહારક વર્ગણાથી ઔદારિક, વિક્રિયિક અને આહારક શરીર બને, (૨) કાર્મણવર્ગણાથી કાર્મણ શરીર બને, (૩) તૈજસ વર્ગણાથી તૈજસશરીર બને, (૪) ભાષાવર્ગણાથી અવાજ બને, (૫) મનવર્ગણાથી મનની રચના બને છે. રાગદ્વેષરૂપ વિભાવ
અવસ્થા છે તે પુગલને કારણે છે. પુદ્ગલને સંબંધ છૂટવાથી સિદ્ધમાં તે નથી. આત્માને શુદ્ધ સ્વભાવ પુદ્ગલની રચનામાં