Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 17
________________ પંચાસ્તિકાય વિવેચન : જીવે બધી ગતિમાં છે. મરણ છે તે અવસ્થા છે. પણ જીવ મરી જતો નથી. જીવની અવસ્થા પલટાય છે. જેમ દેવમાં જાય ત્યારે અવધિજ્ઞાન થાય. એ પલટાયું ને? મનુષ્ય હતું ત્યારેય જીવ હતું અને દેવ થયે ત્યારેય જીવ છે. જીવ છે તે ધ્રુવ છે. જીવની અવસ્થાએ ફરે છે. सो चेव जादि मरणं जादि ण णठोण चेव उप्पण्णो । उप्पण्णो य विणट्ठो देवो मणुसुत्ति पन्जाओ ॥१८॥ . स च एव याति मरणं याति न नष्टो न चैवीत्पन्नः । उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः ॥१८॥ અર્થ : જે જીવ જખ્યું હતું, તે જ જીવ નાશ પાપે. વસ્તુત્વે તે તે જીવ ઉત્પન્ન થયે નથી, અને નાશ પણ થયે નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વને થાય છે. આ વિવેચન : જેમ નાટકમાં એકને એક માણસ રાજા બની આવે, પછી તે જ રાણું બની આવે. એમ જીવની અવસ્થા પલટાયા કરે છે, પર્યાયવૃષ્ટિથી જોવાથી રાગદ્વેષ થાય છે. દ્રવ્યદ્રષ્ટિથી જુએ તે દ્રવ્ય પર લક્ષ રહે ને રાગષ ન થાય. માટે દૃષ્ટિ ફેરવવી. દ્રવ્યાર્થિકનયથી કંઈ ઊપજતું વિનશતું નથી. એક સમયે એક પર્યાય હોય બાકીના પર્યાય સત્તારૂપ રહે. એક જીવમાં નિગોદથી સિદ્ધ સુધીના પર્યાય છે છતાં જે વખતે જે ગતિ હોય તે પર્યાયરૂપ કહેવાય છે. एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो । तावदिओ जीवाणं देवो मणुसोत्ति गदिणामो ॥१९॥

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90