________________
પંચાસ્તિકાય
૧૯
છે ત્યાં સુધી ઊંચે જઈને સ્થિર થાય છે. સિદ્ધોને પરસ્પર વ્યવહાર કરવાને અવકાશ જ નથી. સ્વરૂપાનંદમાં મગ્ન છે. जादो सयं स चेदा सव्वण्हु सबलोगदरसी य । पप्पोदि सुहमणतं अव्वाबाधं सगममुत्तं ॥२९॥ ગાતઃ સ્વયં સ યતા સર્વજ્ઞઃ સર્વનો ૨ | प्राप्नोति सुखमनंतमव्याबाधं स्वकममूर्तम् ॥२९॥
અર્થ : પિતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદશી થાય છે, અને પિતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે.
વિવેચન : અહંત અવસ્થામાં પણ કર્મ છૂટવાથી પિતાના શુદ્ધસ્વરૂપના સ્વામી થાય છે. સ્વાત્માના અનુભવમાં મેક્ષસુખ રહેલું છે. જે બધું જાણી જોઈ શકે તે જ ત્રણ લેકની અને ત્રણ કાળની વાત કહી શકે. “જગતકર્તા ઈશ્વર નથી” એમ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. આપણે કહીએ તે આગમ અને અનુમાનથી છે. જીવ બે પ્રકારના છે–૧. સંસારી ૨. સિદ્ધ. पाणेहिं चदुहिं जीवदि जीवस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो॥३०॥ प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यः खलु जीवितः पूर्व । स जीवः प्राणाः पुनर्बलमिन्द्रियमायुरुच्छ्वासः ॥३०॥
અર્થ : બળ, ઇંદ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતે હતે, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે જીવ.