________________
પંચાસ્તિકાય
૧૫
जीवाः पुद्गलकायाः आकाशमस्तिकायो शेषो । अमया अस्तित्वमयाः कारणभूता हि लोकस्य ॥२२।।
અર્થ : જીવ, પુગલસમૂહ અને આકાશ તેમજ બીજા અસ્તિકાય કેઈન કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળાં છે અને લોકના કારણભૂત છે.
વિવેચન : છ દ્રવ્ય કેઈ ઈશ્વરે બનાવ્યાં નથી. સ્વભાવથી જ છે. એ છ દ્રવ્યોને સમૂહ તે લેક છે. જેમાં એકથી વધુ પ્રદેશ હોય તે અસ્તિકાય. પરમાણુ સ્કંધ થવાની અપેક્ષાએ કાય છે. કાલ એકપ્રદેશી છે તેમાં અન્ય સાથે મળવાનો સ્વભાવ નથી, તે કાલાણું અસ્તિદ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. આકાશ અનંત છે. તેમાં ક્યાં સુધી જાય તેની સીમા તે જોઈએ. તેનું કારણ ધર્મ-અધર્મ દ્રવ્ય છે. सम्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च । परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो ॥२३॥ सद्भावस्वभावानां जीवानां तथा च पुद्गलानां च । परिवर्तनसम्भूतः कालो नियमेन प्रज्ञप्तः ॥२३॥
અર્થ : સદ્દભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણથી ઓળખતે એ નિશ્ચયકાળ કહ્યો છે.
વિવેચન કાળનું અસ્તિત્વ છે. જીવ અને પુદ્ગલના પર્યાયમાં ફેરફાર થાય છે તે કાળને નિમિત્તે થાય છે. કાળ એ અરૂપી દ્રવ્ય છે તેથી દેખાય નહીં, પણ ક્રિયા કરે છે તેથી કાળ છે એમ ખબર પડે છે. જડ અને ચેતન પતિપિતાના ભાવે પરિણમે છે તેને એકરૂપે જીવ ગ્રહણ કરે છે એ ભૂલ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મેક્ષ