________________
પંચાસ્તિકાય
અર્થ : પિતાના સદૂભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પિતાની સત્તાથી અનન્ય છે.
વિવેચનઃ છ દ્રવ્ય પરિણામી સ્વભાવવાળાં છે. પિતપિતાના સ્વભાવરૂપે પરિણમે છે. ઉત્પાદવ્યયપૂવથી દરેક દ્રવ્યનું અસ્તિપણું જણાય છે. જેમાં અસ્તિત્વ હોય તેમાં ઉત્પાદવ્યયૌવ હોય જ. પિતાના પર્યાયે એક પછી એક દ્રવે છે તેની દ્રવ્ય કહેવાય છે.
दव्वं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुत्तं । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्ह ॥१०॥
द्रव्यं सल्लक्षणकं उत्पादव्यय ध्रुवत्वसंयुक्तं । गुणपर्यायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञाः ।।१०।।
અર્થ : દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદવ્યયધ્રુવતાસહિત છે, ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ
વિવેચન : પર્યાય ફરે છે પણ વસ્તુ એની એ રહે છે. જેમ બાળક હોય તે યુવાન થાય તેથી બાળક મરી ગયે એમ ન કહેવાય. તેમ દરેક વસ્તુમાં ઉત્પાદત્રયદ્રવ થાય છે. વસ્તુમાત્રનું સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રુવ છે. તે ઉપર ચૌદ પૂર્વ લખાયાં હતાં. આત્માના વિશેષ ભેદ જેવા ભગવાન સર્વ કહ્યા છે તેવા બીજા કેઈએ કહ્યા નથી. કેટલીક વસ્તુઓ એવી છે કે ભગવાનની શ્રદ્ધાથી માન્ય કરવાની છે.
उप्पत्तीव विणासो दव्वस्स य णत्थि अस्थि सम्भावो । विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ॥११॥