Book Title: Panch Sanyat Prakaranam Author(s): Kunvarji Anandji Publisher: Kunvarji Anandji View full book textPage 8
________________ ૨૧ મા બંધ દ્વારમાં સૂમસં૫રાય સંયત કર્મોની છ મૂળ પ્રકૃતિ બાંધે એમ કહ્યું છે તેનું કારણ એ છે કે આયુષ્ય તે તે બાંધતા નથી અને બાદર કષાયના ઉદયને અભાવ હોવાથી મોહનીય કર્મ પણ બાંધતા નથી, તેથી તે બે વજીને બાકીની છ પ્રકૃતિ બાંધે છે એમ સમજવું. ૨૨ મા વેદન દ્વારમાં યથાખ્યાત સંયત સાત પ્રકૃતિ અથવા ચાર પ્રકૃતિને વેદે એમ કહેલ છે તેમાં યથાખ્યાત સંયત નિર્ગથ અવસ્થામાં મોહનીય ઉપશાંત કરેલ અથવા ક્ષીણ કરેલ હોવાથી મોહનીય વજીને સાત પ્રકૃતિને ૧૧ મે બારમે ગુણઠાણે વેદે એમ સમજવું. સ્નાતક અવ સ્થામાં તે (૧૩ મે ૧૪ મે) ઘાતિકર્મની ચાર પ્રકૃતિ ક્ષય કરેલ હેવાથી બાકીની ચાર પ્રકૃતિને વેદે એમ સમજવું. ૨૪ મા ઉપસંહાન કારમાં સામાયિક સંયત સામાયિક સંયતપણું તજીને છેદેપસ્થાપનીયપણું પામે એમ કહ્યું છે તે શ્રી પાર્શ્વનાથના સંતાનીયા સાધુ ચાર મહાવ્રતરૂપ ધર્મથી પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકારે તેને માટે સમજવું. અથવા નવા શિષ્યને પાંચ મહાવ્રતનું આરોપણ કરે તેને માટે સમજવું. સામાયિક સંયત શ્રેણું માંડે તે સૂમસં૫રાયપણું પામે અને શ્રેણથી પડતો સંયમભાવથી પ્રતિપાત થયેલ હોવાથી અસંયમાદિ ભાવને પણ પામે. છે પસ્થાપનીય સંયતના સંબંધમાં તે પરિહારવિદિક સંયતપણું સ્વીકારે એમ કહેવાની મતલબ એ છે કે છે પસ્થાપનીય સંયતી જ પરિહારવિશુદ્ધિપણું ગ્રહણ કરી શકે છે. એ બે સંયત પહેલા છેલ્લા તીર્થકરનાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 86