________________
પંચસંયત પ્રકરણ=D=T=D=D===0==ઈનકથિક જે ચારિત્ર ગ્રહણ કર્યા પછી ભવિષ્યમાં છેપસ્થાપનીય સંયતાપણાનો વ્યપદેશ-વ્યવહાર થાય તે ઇરિક-અલ્પકાલિક સામાયિક સંયત કહેવાય છે અને જે સામાયિક ચારિત્ર લીધા પછી બીજે વ્યપદેશ ન થાય તે યાવતૂકથિક સામાયિકસંયત કહેવાય છે.
છેદેપસ્થાપનીય સંયતના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર–બે પ્રકાર કહ્યા છે. ૧ સાતિચાર ને ૨ નિરતિચાર. અતિચારયુક્ત સાધુને દીક્ષા પર્યાય છેદી ફરીને મહાવ્રત અપાય તે સાતિચાર છેદેપસ્થાપનીય કહેવાય અને નવદીક્ષિત સાધુને તથા શ્રી પાર્શ્વનાથના તીર્થમાંથી શ્રી મહાવીરસ્વામીના તીર્થમાં પ્રવેશ કરનાર સાધુને ફરી મહાવ્રત આપવા તે નિરતિચાર છેપસ્થાપનીય કહેવાય છે. છેદપસ્થાપનીય ચારિત્રવાળા સાધુ પહેલા ને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે.
પરિહારવિશુદ્ધિક સંયતના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર–બે પ્રકાર કહ્યા છે. ૧ નિર્વિશમાનક
૧. આ વ્યપદેશ ભરત એરવત ક્ષેત્રમાં પહેલા-છેલ્લા તીર્થકરના તીર્થમાં વર્તાતા સાધુઓને મહાવતની આરપણુ કરતી વખત થાય છે તેમજ ત્રેવીસમા તીર્થંકરના સાધુઓ એવીશમા તીર્થકરના તીર્થમાં દાખલ થાય તેમને પણ થાય છે.
=d=D=D== ૩ ]]=D=d=D=T=D--