Book Title: Paia Vinnana Kaha Part 01 Author(s): Vijaykastursuri Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir View full book textPage 9
________________ ૧૦ આચારલક્ષી ર૫૦૦મી વીરનિર્વાણ કલ્યાણક વર્ષની ઉજવણી પૂજ્યશ્રીની ચાતુર્માસ સ્થિરતા દરમિયાન પ્રાયઃ પ્રત્યેક રવિવારે ૨૫૦૦ ની ઉજવણી પ્રસંગે આચારલક્ષી ભવ્ય આરાધનાઓને સેંકડો હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધે હતું. જ્યારે બીજા શ્રાવણ સુદ ૧ ના ભવ્યાતિભવ્ય રથયાત્રાનો વરઘોડો ભાવનગરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત બને તે રીતે મહાવીરનગરની યોજના કરવા પૂર્વક ૫૦ થી ૭૫ કમાને, દરવાજાઓ, પ્રાચીન મહાપુરુષના નામાંકિત દ્વાર મૂકેલ, દસથી પંદર હજાર ભાઈઓ તથા બહેનોની હાજરીવાળા બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સારા ભાવનગરના ભાઈબહેનના અનેક મંડળો દ્વારા રજૂ થતાં જૈનત્વની વાસ્તવિક્તાને ખ્યાલ આપે તેવા થયા હતા. પાંચ દિવસના આ ઉજવણી પ્રસંગે રોજ સવારે પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં પૂજ્ય આ. ભ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીજી મ. તથા પૂજ્ય આ. ભ. શ્રી વિજય રુચકચંદ્ર સૂરીજી મ. આદિ તેમ અન્ય જિનશાસન રસિક વક્તાઓના પ્રભુવીરના જીવનને સ્પર્શતા તત્વચિંતનપૂર્વકના પ્રવચને થતા. જેનો હજારો શ્રોતાઓ લાભ લેતા હતા. સાધર્મિક ભક્તિ અંગે લાખનું ફંડ પૂ. આ. ભ. શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી સાધમિક સેવા સમિતિના નામે અઢીથી ત્રણ લાખની રકમનું ફંડ થયું હતું. જેને લાભ સારી રીતે લેવાયે હતું અને હજુ લેવાય છે. ( ૩૦૦ જિન પ્રતિમાઓની અંજના શલાકા ધર્મરાજા પૂજ્ય આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓ પૂજ્યશ્રી પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ગુણાનુરાગ ધરાવતા ભાવિકોની ભાવના પિતે ભરાયેલા પ્રતિમાજીની અંજનશલાકા કરાવવાની વર્ષોથી હતી. પણ ભવિતવ્યતાને તે લાભ ભાવનગર શ્રી સંઘને મળ્યો. પોષ સુદ ૧૪ થી પોષ વદ ૧૦Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 254