Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ ચંદ્રવિજયજીએ ૧૦૮મી શ્રી વર્ધમાન તપની ઓળીની પૂર્ણાહુતિ કરી હતી. લીંબડીના શ્રી શાંતિનાથજી, ભગવંતના પ્રાચીન જિનમંદિરનો આમૂલભૂલ જીર્ણોદ્ધાર શ્રી સંઘે કરાવતાં સં. ૨૦૩૦ના માગશર સુદ ૫ ના શુભમુદ્દતે શ્રી શાંતિનાથ ભગવંતાદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવાની હોવાથી પૂજ્યશ્રીને શ્રી સંઘને અતિ આગ્રહ હોવાથી અમદાવાદથી ગણિપદ મહોત્સવ બાદ કારતક વદ ૬ના લીંબડી તરફ વિહાર કર્યો હતે. કારતક વદ ૧૪ના લીંબડી પ્રવેશ થતાં તુરત જ કુંભ સ્થાપનાદિ મંગળ વિધાન કરાવવામાં આવેલ. પ્રતિદિન નવકારથી જમણ પૂજા પ્રભાવના તેમ પ્રતિષ્ઠાના અંગભૂત મંગળ વિધાન, હજારો લાખો રૂપિયાની દેવ દ્રવ્યની વૃદ્ધિ અભૂતપૂર્વક જળયાત્રાને વરઘોડે જૈન અજૈન તમામ લીંબડીના નાગરિકના ઘરેઘરમાં પ્રતિષ્ઠા નિમિતે લાડુની શેષ વહેંચવામાં આવેલ અને પ્રતિષ્ઠા મહેત્સવમાં હજારોની સંખ્યામાં પ્રત્યેક જૈન–અજેનેએ ઉલટભેર લાભ લેતાં જિન શાસનની મહાન પ્રભાવના થઈ હતી. પુન: અમદાવાદ આગમન પ્રતિષ્ઠા બાદ પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા હતા. ભાવનગર શ્રી સંઘના અગ્રણીઓ ભાવનગર સરદારનગરના શ્રી શાંતિનાથજી ભગવંતના નૂતન જિનાલયની જેઠ સુદ ૪ના પ્રતિષ્ઠા અંગે વિનંતી કરતાં પૂજ્ય શ્રી ચિત્ર સુદ ૬ના ભાવનગર પધાર્યા હતા. ભાવનગરની સ્થિરતા દરમ્યાન સં. ૨૦૩૦ના જેઠ સુદ ૪ ના સરદારનગરના નૂતન શ્રી શાંતિનાથ ભગવંતના જિનાલયને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ અભૂતપૂર્વ જિન શાસનની પ્રભાવનાપૂર્વક ઉજવાય હતે. અને જેઠ સુદ ૧૦ના બાલકુમારિ ડોલરબેનને દીક્ષા મહોત્સવ સુંદર રીતે ઉજવાયો હતે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 254