Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 416 દ્વાર ૧૪૩મું લોકનું સ્વરૂપ તમસ્તમ:પ્રભા નામની સાતમી નરકમૃથ્વીના નીચેના તળીયાથી લોકના ઉપરના છેડા સુધી લોક 14 રજુ પ્રમાણ ઊંચો છે. 1 રજુ = સ્વયંભૂરમણસમુદ્રની પૂર્વવેદિકાથી પશ્ચિમવેદિકા સુધીનું અંતર. સાતમી નરકપૃથ્વીના નીચેના ભાગે વિસ્તાર દેશોન 7 રજુ છે. ત્યાર પછી ઉપર તિર્થાલોકના મધ્ય ભાગે રહેલ સમ ભૂમિભાગ સુધી તીરછો વિસ્તાર અંગુલ પ્રમાણ ઘટતો જાય છે. અંસખ્ય તિર્થાલોકના મધ્યભાગે રહેલ સમ ભૂમિભાગનો વિસ્તાર 1 રજજુ છે. ત્યાંથી ઉપર ઊર્ધ્વલોકના મધ્યભાગ સુધી તીરછો વિસ્તાર અંગુલ પ્રમાણ વધતો જાય છે. અંસખ્ય ઊર્ધ્વલોકના મધ્યભાગનો વિસ્તાર 5 રજુ છે. ત્યાંથી ઉપર લોકના ઉપરના છેડા સુધી તીરછો વિસ્તાર અંગુલ પ્રમાણ ઘટતો જાય છે. અસંખ્ય લોકના ઉપરના છેડાનો વિસ્તાર 1 રજજુ છે. લોકના ત્રણ વિભાગ છે - ઊર્ધ્વલોક, તિલોક અને અધોલોક, તિચ્છલોકની મધ્યમાં જંબૂદ્વીપમાં રત્નપ્રભાના ઉપરના પડની મધ્યમાં મેરુપર્વતની મધ્યમાં 8 ચકપ્રદેશો છે. તે ગાયના સ્તનના આકારે રહેલા છે. તે 4 ઉપર અને 4 નીચે રહેલા છે. આ ચકપ્રદેશોથી 900 યોજન ઉપર અને 900 યોજન નીચે એમ 1800 યોજન પ્રમાણ તિર્થાલોક છે. તિર્થાલોકની ઉપર લોકના ઉપરના છેડા સુધી દેશોન 7 રજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોક છે. તિચ્છલોકની નીચે લોકના નીચેના છેડા સુધી સાધિક 7 રજુ પ્રમાણ અધોલોક છે.