Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૧૪૭મું - 15 સંજ્ઞાઓ 427 દ્વાર ૧૪૭મું - 15 સંજ્ઞાઓ સંજ્ઞાઓ 15 છે. તેમાં 10 પ્રકાર ૧૪૬મા દ્વારમાં કહ્યા છે. બાકીના 5 પ્રકાર આ પ્રમાણે છે - (11) સુખસંજ્ઞા - સાતા વેદનીયના અનુભવરૂપ સંજ્ઞા તે સુખસંજ્ઞા. (12) દુઃખસંજ્ઞા - અસતાવેદનીયના અનુભવરૂપ સંજ્ઞા તે દુઃખસંજ્ઞા. (13) મોહસંજ્ઞા - મિથ્યાત્વરૂપ સંજ્ઞા તે મોહસંજ્ઞા. (14) વિચિકિત્સાસંજ્ઞા - મનના ડામાડોળપણારૂપ સંજ્ઞા તે વિચિકિત્સા સંજ્ઞા. (15) ધર્મસંજ્ઞા - ક્ષમા વગેરેને ધારણ કરવારૂપ સંજ્ઞા તે ધર્મસંજ્ઞા. બધા જીવોને પંદરે સંજ્ઞા હોય છે. આચારાંગમાં 16 સંજ્ઞાઓ કહી છે. તેમાં 15 સંજ્ઞા ઉપર મુજબ છે. ૧૬મી સંજ્ઞા આ પ્રમાણે છે - (16) શોકસંજ્ઞા - વિલાપ કરવો, મનમાં દુભાવું વગેરે રૂપ સંજ્ઞા તે શોકસંજ્ઞા. + + જેની પાસે આત્મરમણતાનો આનંદ છે એને બહિર્ભાવના આનંદને માણવાની ઇચ્છા જ થતી નથી. + પાપ પહેલા મનમાં આવે છે, પછી વચનમાં અને પછી કાયામાં, જ્યારે ધર્મ પહેલા કાયામાં આવે છે, પછી વચનમાં અને પછી મનમાં. + અત્યારે આપણી નજર કયાં? ચારિત્રપાલનમાં અતિચાર ન લાગે એ તરફ કે દેવ-ગુરુ પ્રત્યેના સમર્પણભાવમાં કડાકો ન બોલાય એ તરફ?