Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 744 દ્વાર ૨૬૯મું - નંદીશ્વરદ્વીપની સ્થિતિ 1 અંજનગિરિ 4 દધિમુખ પર્વતો 8 રતિકર પર્વતો કુલ 13 તેથી ચારે દિશામાં 13 4 4 = પર પર્વતો છે. તે પર પર્વતો પરના સિદ્ધાયતનોમાં રહેલ જિનપ્રતિમાની પૂજા માટે ચારે પ્રકારના દેવો હંમેશા આવે છે. નંદીશ્વરદ્વીપની વિશેષ હકીકત જીવાભિગમ વગેરે શાસ્ત્રોમાંથી જાણી લેવી. જીવાભિગમ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિસંગ્રહણી વગેરે કરતા અહીં કંઈક ભિન્નતા દેખાય છે તે મતાંતર સમજવા. + પ્રભુનું નામ બીજ છે. બીજ વાવવાથી અંકુર-ફૂલ-પાંદડા વગેરે થઈ વિશાળ વૃક્ષ બને છે. તેવી જ રીતે નામ જપનારના પ્રયત્ન વિના જ સઘળા ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. શ્રદ્ધા સાથે કરેલો જાપ અતિશય ફળ આપે છે. માટે ભગવાનના નામમાં અતિશય શ્રદ્ધા ઉપજે તે માટે સત્સંગ કરવો જોઈએ. અથવા જેમાં ભગવાન અને તેમના નામના ગુણો, પ્રભાવ વગેરે બતાવેલ હોય તેવા સલ્ફાસ્ત્રોનું અનુશીલન કરવું જોઈએ. નામ અને નામીમાં કોઈ ભેદ નથી. બન્ને અભિન્ન છે. એટલે જ સાક્ષાત ભગવાનથી જે લાભ થાય તે પરમાત્માના નામસ્મરણથી પણ થાય. પ્રભુનામના અક્ષરોનું ધ્યાન કરતા અનંતા જીવો કેવલજ્ઞાનને પામ્યા