Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 410
________________ 783 દ્વાર ૨૭૩મું - આહારકશરીરનું સ્વરૂપ | દ્વાર ૨૭૩મું - આહારકશરીરનું સ્વરૂપ | આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર મુનિભગવંતો તીર્થકરની ઋદ્ધિ જોવા માટે કે નવા નવા અર્થોને ગ્રહણ કરવા માટે કે સંશયના નિરાકરણ માટે આહારકશરીર બનાવીને મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપ્રભુ પાસે જાય છે. ત્યાં પોતાનું કાર્ય પૂરું થાય એટલે પાછા અહીં આવી આહારક શરીર સંહરીને ઔદારિક શરીરમાં પ્રવેશે છે. આ આહારકશરીર અત્યંત શુભ હોય છે, સ્વચ્છ સ્ફટિકની શિલાની જેમ અત્યંત સફેદ પુદ્ગલોનું બનેલું હોય છે અને પર્વત વગેરેથી સ્કૂલના પામતું નથી. આહારકશરીર બનાવવાથી માંડીને સંહરવા સુધીનો સંપૂર્ણ કાળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ આહારકશરીર જઘન્ય ઉત્કૃષ્ટ અંતર૧ 1 સમય 6 માસર સંખ્યા 1, 2, 3 9,000 અવગાહના | દેશોન 1 હાથ 1 હાથ 1 જીવ સંસારચક્રમાં ઉત્કૃષ્ટથી 4 વાર આહારકશરીર બનાવી શકે. ચોથી વાર આહારકશરીર બનાવનાર તે જ ભવે મોક્ષે જાય. 1 જીવ 1 ભવમાં ઉત્કૃષ્ટથી 2 વાર આહારકશરીર બનાવી શકે. 1. અંતર અને સંખ્યા સર્વલોક અને સર્વજીવોની અપેક્ષાએ જાણવા. 2. જીવસમાસમાં આહારકમિશ્નકાયયોગનું અંતર વર્ષપૃથત્વ કહ્યું છે. તે મતાંતર સમજવો.

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418