Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૭૧મું- તપ (36) દશદશમિકા પ્રતિમા - આ પ્રતિમા 100 દિવસની છે. તેમાં પહેલા 10 દિવસ દરરોજ ભોજનની 1 દત્તિ લેવી અને પાણીની 1 દત્તિ લેવી. બીજા 10 દિવસ દરરોજ ભોજનની 2 દત્તિ લેવી અને પાણીની ર દત્તિ લેવી. એમ પછી પછીના 10 દિવસમાં ભોજનની અને પાણીની 1-1 દક્તિ વધારવી. યાવત દસમા 10 દિવસમાં દરરોજ ભોજનની 10 દત્તિ લેવી અને પાણીની 10 દત્તિ લેવી. મતાંતર - પહેલા 10 દિવસમાં પહેલા દિવસે ભોજનની 1 દત્તિ લેવી અને પાણીની 1 દત્તિ લેવી. પછી દરરોજ ભોજનની અને પાણીની 1-1 દક્તિ વધારવી. યાવત્ દસમા દિવસે ભોજનની 10 દત્તિ લેવી અને પાણીની 10 દત્તિ લેવી. એમ બીજાથી દસમા 10 દિવસોમાં પણ જાણવું. કુલ ભોજનની પ૫૦ દત્તિ અને પાણીની પ૫૦ દત્તિ થાય. (37) આયંબિલ વર્ધમાન તપ પહેલા 1 આયંબિલ, પછી 1 ઉપવાસ. પછી 2 આયંબિલ, પછી 1 ઉપવાસ. પછી 3 આયંબિલ, પછી 1 ઉપવાસ. એમ ઉત્તરોત્તર 1-1 આયંબિલ વધારવા અને અંતે 1-1 ઉપવાસ કરવો. છેલ્લે 100 આયંબિલ, પછી 1 ઉપવાસ. કુલ 5050 આયંબિલ અને 100 ઉપવાસ થાય. એટલે 14 વર્ષ 3 માસ અને 20 દિવસે આ તપ પૂરો થાય. (38) ગુણરત્નવત્સર તપ - આ તપ 16 માસનો છે.