Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 402
________________ દ્વાર ર૭૧મું - તપ 775 પણ જાણવું. કુલ ભોજનની ૧૯દ દત્તિ અને પાણીની 196 દત્તિ થાય. (34) અષ્ટામિકા પ્રતિમા - આ પ્રતિમા 64 દિવસની છે. તેમાં પહેલા 8 દિવસ દરરોજ ભોજનની 1 દત્તિ લેવી અને પાણીની 1 દત્તિ લેવી. બીજા 8 દિવસ દરરોજ ભોજનની 3 દત્તિ લેવી અને પાણીની ર દત્તિ લેવી. એમ પછી પછીના 8 દિવસમાં ભોજનની અને પાણીની 1-1 દક્તિ વધારવી. યાવતુ આઠમા આઠ દિવસમાં દરરોજ ભોજનની 8 દત્તિ લેવી અને પાણીની 8 દત્તિ લેવી. મતાંતર - પહેલા 8 દિવસમાં પહેલા દિવસે ભોજનની 1 દત્તિ લેવી અને પાણીની 1 દત્તિ લેવી. પછી દરરોજ ભોજનની અને પાણીની 1-1 દક્તિ વધારવી. યાવતું આઠમા દિવસે ભોજનની 8 દત્તિ લેવી અને પાણીની 8 દત્તિ લેવી. એમ બીજાથી આઠમાં 8 દિવસોમાં પણ જાણવું. કુલ ભોજનની 288 દત્તિ અને પાણીની 288 દત્તિ થાય. (35) નવનવમિકા પ્રતિમા - આ પ્રતિમા 81 દિવસની છે. તેમાં પહેલા 9 દિવસ દરરોજ ભોજનની 1 દત્તિ લેવી અને પાણીની 1 દત્તિ લેવી. બીજા 9 દિવસ દરરોજ ભોજનની 2 દત્તિ લેવી અને પાણીની 2 દત્તિ લેવી. એમ પછી પછીના 9 દિવસમાં ભોજનની અને પાણીની 1-1 દક્તિ વધારવી. યાવત્ નવમાં 9 દિવસમાં દરરોજ ભોજનની 9 દત્તિ લેવી અને પાણીની 9 દત્તિ લેવી. મતાંતર - પહેલા 9 દિવસમાં પહેલા દિવસે ભોજનની 1 દત્તિ લેવી અને પાણીની 1 દત્તિ લેવી. પછી દરરોજ ભોજનની અને પાણીની 1-1. દક્તિ વધારવી. યાવતુ નવમા દિવસે ભોજનની 89 દત્તિ લેવી અને પાણીની 9 દત્તિ લેવી. એમ બીજાથી નવમા 9 દિવસોમાં પણ જાણવું. કુલ ભોજનની 405 દત્તિ અને પાણીની 405 દત્તિ થાય.

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418