Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 6 ભાવના 435 (vi) ગુરુનિગ્રહ - માતા, પિતા, વિદ્યાગુરુ, આ ત્રણના સ્વજનો, વૃદ્ધો અને ધર્મનો ઉપદેશ આપનારા - આ ગુરુઓના આગ્રહથી કરવું (11) 6 ભાવના - જેનાથી સમ્યક્ત્વ આત્મામાં ભાવિત થાય તે ભાવના. તે 6 પ્રકારની છે - (i) સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે, એમ તીર્થકરોએ કહ્યું છે. જેમ મૂળ વિનાનું વૃક્ષ પવનથી પડી જાય છે તેમ સમ્યકત્વ વિનાનો ધર્મ અન્યદર્શનવાળાના મતરૂપી પવનની સામે સ્થિર રહી શકતો નથી. (i) સમ્યક્ત્વ એ ધર્મનગરનું દ્વાર છે, એમ તીર્થકરોએ કહ્યું છે. જેમ ધાર વિના નગરમાં પ્રવેશ થઈ શકતો નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મમાં પ્રવેશ થઈ શકતો નથી. (i) સમ્યત્વ એ ધર્મમહેલનો પાયો છે, એમ તીર્થકરોએ કહ્યું છે. જેમ પાયા વિનાનો મહેલ નિશ્ચલ બનતો નથી તેમ સમ્યકત્વ વિનાનો ધર્મ નિશ્ચલ બનતો નથી. (iv) સમ્યકત્વ એ ધર્મજગતનો આધાર છે, એમ તીર્થકરોએ કહ્યું છે. જેમ પૃથ્વીના આધાર વિના જગત રહી શકતું નથી તેમ સમ્યત્વ વિના ધર્મ પણ ટકી શકતો નથી. સમ્યક્ત્વ એ ધર્મવસ્તુનું ભાજન (વાસણ) છે, એમ તીર્થકરોએ કહ્યું છે. જેમ કુંડ વગેરે વાસણ વિના દૂધ વગેરે વસ્તુ રહી શકતી નથી, તેમ સમ્યકત્વરૂપી ભાજન વિના ધર્મ રહી શકતો નથી. (vi) સમ્યક્ત્વ એ ધર્મધનનું નિધાન છે, એમ તીર્થકરોએ કહ્યું છે. જેમ નિધાન વિના મણિ, મોતી, સોનું વગેરે ન મળે તેમ સમ્યકત્વરૂપી નિધાન વિના અનુપમ સુખ આપનાર ધર્મધન મળતું નથી. (12) 6 સ્થાન - જે હોતે છતે સમ્યકત્વ હોય તે સ્થાન. તે 6 છે - (V)