Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 438 3 પ્રકારનું સમ્યકત્વ (i) અધિગમસમ્યકત્વ - ગુરુનો ઉપદેશ, જિનપ્રતિમાનું દર્શન વગેરે નિમિત્તથી થનારા કર્મના ઉપશમ વગેરેથી થનારું સમ્યક્ત્વ તે અધિગમસમ્યકત્વ. (3) 3 પ્રકારનું સમ્યકત્વ - (i) ક્ષાયિકસમ્યકત્વ - અનંતાનુબંધી 4 અને દર્શન ૩ના ક્ષયથી થનારું સમ્યકત્વ તે ક્ષાયિકસમ્યકત્વ. (i) ક્ષાયોપથમિકસમ્યકત્વ - ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયનો ક્ષય થવાથી અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયનો ઉપશમ થવાથી થનારું સમ્યત્વ તે ક્ષાયોપથમિકસમ્યકત્વ. ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયનો ઉપશમ બે સ્વરૂપે થાય - (a) મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીયના ઉદયને અટકાવવા રૂપે. (b) સમ્યક્ત્વમોહનીયરૂપે બનાવવા રૂપે. તેનો ઉદય થાય. ક્ષાયોપથમિક સમ્યક્ત્વમાં મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય હોય છે. (i) પથમિકસમ્યકત્વ - તે બે પ્રકારે છે - (a) ઉપશમશ્રેણિમાં ઔપશમિકસમ્યકત્વ - તે દર્શન ૩ના ઉપશમથી થાય છે. તેનું સ્વરૂપ પૂર્વે ૯૦મા દ્વારમાં ઉપશમશ્રેણિમાં કહ્યું છે. તેમાં મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય હોતો નથી. (b) પ્રથમ ઔપશમિક સમ્યકત્વ - તે મિથ્યાત્વમોહનીય કર્મના ઉપશમથી થાય છે. તે આ પ્રમાણે - (1) અનાદિ મિથ્યાષ્ટિ જીવ યથાપ્રવૃત્તકરણ વડે આયુષ્ય સિવાયના 7 કર્મોની સ્થિતિને ખપાવીને 1 કડાકોડી સાગરોપમ - પલ્યોપમ પ્રમાણ કરે. અસંખ્ય (2) પછી વિશેષ પ્રકારના અધ્યવસાય રૂપ અપૂર્વકરણ વડે રાગ-દ્વેષના પરિણામથી થયેલી, વજના પથ્થરની જેમ દુઃખેથી ભેદી શકાય