Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 442 10 પ્રકારનું સમ્યકત્વ સમ્યક્ત્વ છે. (6) 10 પ્રકારનું સમ્યકત્વ - ઉપર કહેલા 5 પ્રકારના સમ્યકત્વ નિસર્ગથી અને અધિગમથી એમ બે રીતે થતાં હોવાથી 5 X 2 = 10 પ્રકારના સમ્યક્ત્વ થાય છે. અથવા, નિસર્ગરુચિ - ભગવાને જાણીને કહેલા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદથી કે નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી 4 પ્રકારના જીવ વગેરે ભાવોની બીજાના ઉપદેશ વિના જાતિસ્મરણજ્ઞાન, પ્રતિભા વગેરે રૂપ પોતાની બુદ્ધિથી જ “આ ભાવો આ પ્રમાણે જ છે.” એમ શ્રદ્ધા કરવી તે. (i) ઉપદેશરુચિ - ભગવાને જાણીને કહેલા 4 પ્રકારના જીવ વગેરે ભાવોની છબસ્થ કે કેવળી એવા બીજાના ઉપદેશથી શ્રદ્ધા કરવી તે. (ii) આજ્ઞારુચિ - રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આંશિક રીતે નાશ પામ્યા હોવાથી કદાગ્રહ વિના ભગવાને કહેલા પદાર્થોની માત્ર તીર્થકર વગેરેની આજ્ઞાથી જ શ્રદ્ધા કરવી તે. દા.ત. માલતુષમુનિ. (iv) સૂત્રરુચિ - સૂત્રને ભણતા ભણતા અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સૂત્ર વડે સમ્યત્વ પામવું તે. દા.ત. ગોવિંદવાચક. (5) બીજરુચિ - જેમ પાણીમાં પડેલું તેલનું ટીપું ફેલાય છે એમ એક પદાર્થની રુચિ થયા પછી તેવા ક્ષયોપશમથી બધા પદાર્થોની રુચિ થવી તે. (vi) અધિગમરુચિ - જેણે 11 અંગ, પન્ના, દષ્ટિવાદ રૂપ શ્રુતજ્ઞાનને અર્થથી જાણ્યું હોય તેની રુચિ તે. (ii) વિસ્તારરુચિ - દ્રવ્યોના બધા ભાવો બધા પ્રમાણો અને બધા નયોથી જેણે જાણ્યા હોય તેની રુચિ તે. (viii) ક્રિયારુચિ - ભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમિતિ,