Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 48 દ્વાર ૧૬૯મું - કામના 24 ભેદ (1) અર્થ - સ્ત્રીને જોયા વિના પણ સાંભળીને તેની ઇચ્છા કરવી. (2) ચિંતા - “અરે ! રૂપ વગેરે તેના ગુણો કેવા સુંદર છે !' એમ રાગથી વિચારવું. (3) શ્રદ્ધા - સ્ત્રીના સંગમની અભિલાષા. (4) સંસ્મરણ - વિચારેલા સ્ત્રીના રૂપને ચિત્ર વગેરેમાં જોઈને પોતાને ખુશ કરવો. (5) વિકલવતા - સ્ત્રીના વિરહના અતિશય દુઃખથી આહાર વગેરેમાં પણ નિરપેક્ષપણું. (6) લજ્જાનાશ - ગુરુ વગેરેની સામે પણ સ્ત્રીના ગુણો કહેવા. (7) પ્રમાદ - સ્ત્રી માટે જ બધા આરંભો કરવા. (8) ઉન્માદ - મનના ડામાડોળપણાથી જેમ તેમ બોલવું. (9) તભાવના - થાંભલા વગેરેને પણ સ્ત્રી સમજીને આલિંગન વગેરે કરવું. (10) મરણ - મૂચ્છિત થવું. સાધન દ્વારા જે પણ મળે છે તે સુખ છે અને સાધના દ્વારા જે પણ મળે છે તે આનંદ છે. વર્તમાનકાળના તીવ્રતમ દુઃખો એ આપણા જ પોતાના ભૂતકાળના તીવ્રતમ પાપોની જાહેરાત છે. + જે પાપ પાછળ પશ્ચત્તાપ ન થાય કે પ્રાયશ્ચિત્તની બુદ્ધિ ન જાગે તે પાપ આત્મા માટે ભારે ખતરનાક નીવડે છે. + જ્ઞાનીઓ જન્મને જ ખરાબ કહે છે, આપણને મરણ જ ખરાબ લાગે છે.