Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૦૫મું - જીવોના આહાર અને ઉચ્છવાસ 533 દ્વાર ૨૦૫મું - જીવોના આહાર અને ઉચ્છવાસ | આહાર ત્રણ પ્રકારના છે - (1) ઓજાહાર - ઓજ = તૈજસ શરીર. તેનાથી જે આહાર લેવાય તે ઓજાહાર. અથવા ઓજ = વીર્યથી મિશ્રિત લોહીના પગલો. તેનો આહાર તે ઓજાહાર. ઉત્પત્તિદેશમાં આવીને જીવ પહેલાં સમયે તૈજસ-કાશ્મણ શરીર વડે જે પુગલોને ગ્રહણ કરે છે અને ત્યાર પછી શરીર પર્યાપ્તિ (મતાંતરે બધી પર્યાપ્તિઓ) પૂર્ણ ન થાય ત્યાંસુધી ઔદારિકમિશ્ર વગેરે કાયયોગ વડે જે પુગલોને ગ્રહણ કરે તે ઓજાહાર. શરીરપર્યાપ્તિથી તમતાંતરે બધી પર્યાપ્તિઓથી) અપર્યાપ્ત જીવો ઓજાહાર કરે છે. (2) લોમાહાર - શરીરપર્યાપ્તિ (મતાંતરે બધી પર્યાપ્તિઓ) પૂર્ણ થયા પછી સ્પર્શનેન્દ્રિયથી જે પુગલોને ગ્રહણ કરવામાં આવે તે લોમાહાર. શરીરપર્યાપ્તિથી તમતાંતરે બધી પર્યાપ્તિઓથી) પર્યાપ્ત જીવોને સદા લોમાકાર હોય છે. (3) પ્રક્ષેપાહાર - મોઢામાં કોળીયા નાંખીને જે આહાર કરાય તે પ્રક્ષેપાહાર છે. પર્યાપ્તા જીવો મોઢામાં કોળીયો નાંખે ત્યારે તેમને પ્રક્ષેપાહાર હોય છે. જીવો આહાર | એકેન્દ્રિય, નારકી અપર્યાપ્તાવસ્થામાં ઓજાહાર, પર્યાપ્તા વસ્થામાં લોમહાર. અપર્યાપ્તાવસ્થામાં ઓજાહાર, પર્યાપ્તાવસ્થામાં મનોભક્ષી આહાર. વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય- અપર્યાપ્તાવસ્થામાં ઓજાહાર, પર્યાપ્તાતિર્યચ, મનુષ્ય વસ્થામાં લોમાહાર અને પ્રક્ષેપાહાર. દવ