Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 611 દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા મોહનીયનો ઉદય થયો હોતો નથી. જેમ ખાધેલી ખીરને વિષે અરુચિવાળા થયેલા મનુષ્યને તે ખીરના વમન વખતે તેના કંઈક સ્વાદનો અનુભવ થાય છે તેમ સમ્યત્વ પર અરુચિવાળા થયેલા આ જીવો સમ્યકત્વને વમતી વખતે તેના કંઈક સ્વાદ અનુભવે છે. તેથી તેમને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તેમનું ગુણસ્થાનક તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. તે જીવો પથમિકસમ્યત્વના લાભરૂપી આપનું સાદન કરે છે, એટલે કે તેને દૂર કરે છે. તેથી આ ગુણસ્થાનકને સાસાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પણ કહેવાય છે. જીવ સંસારસાગરમાં અનંત પુદ્ગલપરાવર્ત સુધી અનેક દુઃખો ભોગવીને તથાભવ્યત્વનો પરિપાક થવાથી જેમ પર્વતની મોટી નદીમાં વહેતો પથ્થર ગોળ થઈ જાય છે તેમ અનાભો ગથી થયેલા વિશેષ અધ્યવસાયરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આયુષ્ય સિવાયના 7 કર્મોની સ્થિતિ 1 કોડાકોડી સાગરપમ - પલ્યોપમ જેટલી કરે છે. ત્યારે વૃક્ષની ખૂબ કઠોર, ગાઢ, જુની ગાંઠ જેવી કર્મના પરિણામથી થયેલી ગાઢ રાગ-દ્વેષના પરિણામરૂપ ગાંઠ આવે છે. આ ગાંઠ સુધી અભવ્ય જીવો પણ અનંતવાર આવે છે, પણ ગાંઠને ભેદવા અસમર્થ તેઓ સંકૂલેશને લીધે ફરી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. આસન્ન મુક્તિગામી કોઈક મહાત્મા અપૂર્વકરણરૂપ પરમવિશુદ્ધિથી તે ગાંઠને ભેટે છે. પછી તે અનિવૃત્તિકરણ વડે મિથ્યાત્વમોહનીયની ઉદયસમયથી અંતર્મુહૂર્ત પછીની અંતર્મુહૂર્ત યથાપ્રવૃત્તિકરણ હોય છે, ગાંઠને ભેદતા અપૂર્વકરણ હોય છે. સમ્યકત્વ પામતા પૂર્વે અનિવૃત્તિકરણ હોય છે. અંતરકરણ કર્યા પછી મિથ્યાત્વમોહનીયની બે સ્થિતિ થાય છે - અંતરકરણની નીચેની સ્થિતિ તે પહેલી સ્થિતિ અને અંતરકરણની ઉપરની સ્થિતિ તે બીજી સ્થિતિ. જીવ પહેલી સ્થિતિને ઉદય દ્વારા ભોગવે છે અને બીજી સ્થિતિને ઉપશમાવે છે.