Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય 739 દિવસ સુધી સ્વાધ્યાય ન થાય, ૯મા દિવસથી સ્વાધ્યાય થાય. (5) 100 હાથની અંદર બાળક વગેરેનો દાંત પડ્યો હોય તો પ્રયત્નપૂર્વક જોઈને પરઠવવો. બરાબર જોવા છતાં ન દેખાય તો સ્વાધ્યાય થાય. મતાંતરે અસ્વાધ્યાય દૂર કરવા કાઉસ્સગ્ન કરવો. પછી સ્વાધ્યાય થાય. (6) દાંત સિવાયના હાડકા 100 હાથની અંદર પડ્યા હોય તો 12 વર્ષ સુધી સ્વાધ્યાય ન થાય. જો તે હાડકા અગ્નિથી બળી ગયા હોય તો 100 ડગલાની અંદર હોય તો પણ સ્વાધ્યાય થાય. (7) અનુપ્રેક્ષાનો તો કોઈ પણ અસ્વાધ્યાયમાં નિષેધ નથી. + નિકટમાં મોક્ષમાં જનાર તત્ત્વજ્ઞ પુરુષોને પાંચ ઇન્દ્રિયોના વિષયો ઝેર જેવા જણાય છે તેથી તેમનું મન વિષયોમાં રમતું નથી. અચરમાવર્તનો કાળ એટલો બધો વિશાળ છે કે આ કાળમાં જીવોને સંસારના બધા જ સ્થાનોની (વિશિષ્ટ સ્થાનો સિવાય) અનંતીવાર સ્પર્શના થઈ જાય છે. એટલે જ કહેવાય છે કે જીવ સાતમી નરકથી નવરૈવેયક દેવલોક સુધીની અનંતીવાર સ્પર્શના કરી આવ્યો. + સાતે નરક, નિગોદ વગેરે તિર્યંચ, મનુષ્ય વગેરેના કારમાં દુ:ખો અનંતીવાર સહન કરવા છતાં, જીવને દુઃખથી નિર્વેદ થતો નથી. અનંતીવાર નવરૈવેયક સુધીના ભૌતિક સુખો ભોગવ્યા છતાં જીવને તૃપ્તિ થઈ નથી. + ઇન્દ્રિયોના વિષયોમાં ડૂબી જવું એનું નામ છે સુખ. જયારે આત્માના ગુણોમાં ડૂબી જવું એનું નામ છે આનંદ.