Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 6 15 દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા કરતા વિશેષાધિક અધ્યવસાયસ્થાનો હોય છે. પહેલા સમયના જઘન્ય અધ્યવસાયસ્થાન કરતા પહેલા સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા બીજા સમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા બીજા સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. એમ યાવત્ દ્વિચરમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન કરતા ચરમસમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા ચરમસમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. એક સમયના અધ્યવસાયસ્થાનો પરસ્પર પસ્થાનપતિત છે. એક સાથે આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાયો ભિન્ન ભિન્ન હોય છે. તેથી આ ગુણસ્થાનકને નિવૃત્તિ ગુણસ્થાનક પણ કહેવાય | (9) અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનક - એક સાથે આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા વિવિધ જીવોના અધ્યવસાયો એકસરખા હોય છે. ૧૦માં ગુણસ્થાનકે સૂક્ષ્મ કિટિકૃત કષાયોનો ઉદય હોય છે. તેની અપેક્ષાએ અહીં બાદર કષાયોનો ઉદય છે. તેથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકના અંતર્મુહૂર્તકાળમાં જેટલા સમયો છે તેટલા આ ગુણસ્થાનકના અધ્યવસાયસ્થાનો છે. પછી પછીના સમયના અધ્યવસાયસ્થાનો પૂર્વ પૂર્વના સમયના અધ્યવસાયસ્થાનો કરતા અનંતગુણવિશુદ્ધ હોય છે. આ ગુણસ્થાનક બે રીતે હોય છે - ક્ષપકશ્રેણિમાં અને ઉપશમશ્રેણિમાં. (10) સૂમસંહરાય ગુણસ્થાનક - સૂક્ષ્મ એટલે કે કિટ્ટીરૂપે કરાયેલા લોભકષાયના ઉદયવાળા જીવોનું ગુણસ્થાનક તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક. આ ગુણસ્થાનક બે રીતે હોય છે - ક્ષપકશ્રેણિમાં અને ઉપશમશ્રેણિમાં. (11) ઉપશાંતકષાયવીતરાગછઘ0 ગુણસ્થાનક - જેના કષાયો ઉપશાંત થયા છે એટલે કે સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તન વગેરે કરણો વડે થનારા વિપાકોદય અને પ્રદેશોદયને અયોગ્ય થયા છે તે ઉપશાંતકષાય.