Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 733 દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય (i) સદેવ - દેવતાના પ્રયોગથી થયેલ. તે અનેક પ્રકારે છે - (a) ગંધર્વનગર - ચક્રવર્તી વગેરેના નગરના ઉત્પાતને સૂચવવા માટે સાંજે તેના નગરની ઉપર કિલ્લા વગેરેવાળુ બીજુ નગર દેખાય તે. તેમાં 1 પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. (b) દિગ્દાહ - કોઈ પણ દિશામાં બળતા મોટા નગરની જેવો ઉપર પ્રકાશ અને નીચે અંધકાર દેખાય છે. તેમાં 1 પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. (C) વિજળી - વિજળી પડે છે. તેમાં 1 પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. (1) ઉલ્કા - તે પાછળથી રેખાવાળી કે પ્રકાશવાળી હોય અને તારાની (e) ગર્જિત - વાદળનો ગડગડાટ. તેમાં 2 પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (f) યૂપક - શુક્લપક્ષની બીજ, ત્રીજા અને ચોથ. ત્યારે ચન્દ્ર સાંજનો હોવાથી તે સંધ્યાના વિભાગને આવરે છે. તેથી સંધ્યા સ્પષ્ટ જણાતી નથી. તેથી તે ત્રણ દિવસોમાં સાંજનું કાલગ્રહણ લેવાતું નથી અને સાંજની સૂરાપોરસી કરાતી નથી, કેમકે સંધ્યાનો વિભાગ ન જણાવાથી કાળવેળાનું જ્ઞાન થતું નથી. (g) યક્ષાદીત - એક દિશામાં વચ્ચે વચ્ચે જે વિજળી જેવો પ્રકાશ દેખાય છે તે. તેમાં 1 પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. આમાં ગંધર્વનગર દેવકૃત જ હોય છે. બાકીના બધા સ્વાભાવિક હોય અથવા દેવકૃત હોય. પણ તેમનો ભેદ સ્પષ્ટ જણાતો નથી. તેથી તે સ્વાભાવિક હોય કે દેવકૃત હોય તેમાં સ્વાધ્યાય વર્જાય છે. (h) ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ - (1) ઊગતા ચંદ્રને રાહુનું ગ્રહણ લાગે તો તે રાતના 4 પ્રહર અને બીજા