Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 736 દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય (C) સભય - મ્લેચ્છો વગેરનો ભય હોય ત્યારે અને ત્યારપછી અહોરાત્ર સુધી સ્વાધ્યાય ન થાય. (d) ભોજિક - વસતિથી 7 ઘરમાં ગામનો મુખી, ગામના અધિકારમાં નિયુક્ત, ઘણા સ્વજનોવાળો, શય્યાતર કે સામાન્ય મનુષ્ય મરી જાય તો 1 અહોરાત્ર સ્વાધ્યાય ન થાય, લોકોને અપ્રીતિ-નિંદા ન થાય એટલા માટે. અથવા કોઈ સાંભળે નહીં તેમ ધીમેથી સ્વાધ્યાય કરે. સ્ત્રીઓના રડવાનો અવાજ પણ જયાં સુધી સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. (e) અનાથ - 100 હાથની અંદર કોઈ અનાથ મરી જાય તો સ્વાધ્યાય ન થાય. શય્યાતરને કહીને તે મૃતકને દૂર કરાવે. શય્યાતર તેને દૂર ન કરે તો બીજી વસતિમાં જાય. બીજી વસતિ ન હોય તો રાતે કોઈ ન જુવે ત્યારે વૃષભો મૃતકને બીજે ફેંકે. જો મૃતક શિયાળ વગેરેથી જયાં ત્યાં વેરાયેલ હોય તો જેટલું દેખાય તેટલું દૂર કરે, બીજુ જોવા છતાં ન દેખાય તો પણ અશઠ હોવાથી શુદ્ધ છે અને સ્વાધ્યાય થાય. (5) શારીરિક - શરીરને લીધે થતો અસ્વાધ્યાય. તે બે પ્રકારે છે - (a) તિર્યંચસંબંધી - તેના 3 પ્રકાર છે - (1) જલજ - માછલા વગેરે સંબંધી. (2) સ્થલજ - ગાય વગેરે સંબંધી. (3) ખજ - મોર વગેરે સંબંધી. આ ત્રણેના દરેકના 4 ભેદ છે - (1) દ્રવ્યથી - દ્રવ્યથી પંચેન્દ્રિય તિર્યંચના લોહી, માંસ વગેરે હોય તો સ્વાધ્યાય ન થાય, વિકસેન્દ્રિયના લોહી વગેરે હોય તો અસ્વાધ્યાય નથી.