Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૩૫મું - 6 અપ્રશસ્ત ભાષાઓ દ્વાર ૨૩૫મું - 6 અપ્રશસ્ત ભાષાઓ | અપ્રશસ્ત = ખરાબ. ભાષા = જે બોલાય તે ભાષા. ખરાબ રીતે બોલાયેલી ભાષા તે અપ્રશસ્ત ભાષા. અપ્રશસ્ત ભાષા 6 પ્રકારની છે - (1) હીલિતા - અસૂયાપૂર્વક અવગણના કરવી તે. દા.ત. હે વાચક ! હે જયેષ્ઠાર્ય ! વગેરે હીલનાકારક વચનો બોલવા. (2) ખ્રિસિતા - જાતિ, કાર્ય વગેરેને પ્રગટ કરવા તે. (3) પરુષા - કર્કશ વચન બોલવા તે. દા.ત. હે દુષ્ટ શિષ્ય ! વગેરે બોલવું. (4) અલકા - “કેમ દિવસે ઝોકા ખાય છે ? એમ પૂછવા પર “હું ઝોકા નથી ખાતો.” એમ કહેવું તે. (5) ગાહી - ગૃહસ્થસંબંધી ભાષા છે. દા.ત. મામા, ભાણેજ વગેરે બોલવું. (6) ઉપશાન્તાધિકરણોલ્લાસગંજનની - ઉપશાંત થયેલ ઝઘડાને પ્રગટ કરનારી ભાષા છે. + ઉદ્યોગપતિને કરોડો કરોડોનો પ્રોજેક્ટ મળતા જે આનંદ થાય તે આનંદ મહાત્માઓને રોગાદિ પરિષહ વખતે થાય છે, જયારે આપણને રોગાદિ સમયે આકુળતા-વ્યાકુળતા થાય છે.