Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 655 દ્વાર ૨૩૭મું - 18 પાપસ્થાનકો (18) મિથ્યાત્વદર્શનશલ્ય-વિપરીત દષ્ટિ. સ્થાનાંગમાં ૬ઠુ રાત્રિભોજન પાપસ્થાનક નથી કહ્યું. ૬ઠ્ઠા થી ૧૪મા સુધીના પાપસ્થાનક આ રીતે કહ્યા છે - (6) ક્રોધ (7) માન (2) માયા (9) લોભ (10) રાગ (11) વૈષ (12) કલહ (13) અભ્યાખ્યાન (14) પૈશુન્ય. ૧૫મું રતિ-અરતિ પાપસ્થાનક કહ્યું છે. રતિ = મોહનીયકર્મના ઉદયથી જન્ય આનંદ, અરતિ = ઉદ્વેગ. મોહનીય કર્મના ઉદય જન્ય રતિ-અરતિનું ભેગુ એક જ પાપસ્થાનક કહ્યું છે, કેમકે એક વિષયની રતિ એ જ બીજા વિષયની અપેક્ષાએ અરતિ છે. + તાત્કાલિક દુઃખોનો ભય જીવને કેટલો બધો લાગે છે? ધન ચાલ્યું જશે, શરીર બગડશે, કુટુંબમાં કલેશ થશે, અપયશ ફેલાશે વગેરે અઢળક યો જીવોને સતાવે છે. પણ અફસોસ ! ભાવિમાં આવનારા તિર્યંચગતિ અને નરકગતિના દુ:ખોનો ભય જીવને સતાવતો નથી. બીજાના તરફથી થતી નાની પણ લઘુતા (પરાભવ) સહન થઈ શકતી નથી, એટલું જ નહીં પણ બીજા તરફથી કોઈ સાક્ષાત્ લઘુતા (પરાભવ) નથી થતી, પણ બીજાની સ્વાભાવિક પ્રગતિ થાય છે, તેમાં પણ જીવને પોતાની લઘુતા દેખાય છે અને જીવ ફલેશને અનુભવે છે. + પ્રભુના વચનોને આપણે એવો શબ્દદેહ આપીએ કે આપણું લખેલું બીજાને વાંચવાનું મન થાય. + તક એ સવારની ઝાકળ જેવી છે. તમે જો એને ગ્રહણ કરવા માગો છો તો જયારે આખી દુનિયા સૂતી હોય ત્યારે તમારે જાગતા રહેવું જ પડશે.