Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૨૭મું - 15 પ્રકારના યોગ 6 ર૩ (2) વચનયોગ - વચનના આલંબનથી થતો જીવનો વ્યાપાર તે વચનયોગ. તેના જ પ્રકાર છે - (i) સત્ય વચનયોગ (i) અસત્ય વચનયોગ | | તેમનું સ્વરૂપ 4 પ્રકારના (i) સત્યાસત્ય વચનયોગ | મનોયોગની જેમ સમજવું. (iv) અસત્યઅમૃષા વચનયોગ ] (3) કાયયોગ - કાયાના આલંબનથી થતો જીવનો વ્યાપાર તે કાયયોગ. તેના 7 પ્રકાર છે - (i) ઔદારિક કાયયોગ - તીર્થકરો, ગણધરોના શરીરને આશ્રયીને જે શરીર પ્રધાન છે અને સાધિક લાખ યોજનના ઉત્કૃષ્ટ પ્રમાણવાળુ હોવાથી જે શરીર મોટું છે તે દારિકશરીર. તેનાથી થતી પ્રવૃત્તિ તે ઔદારિક કાયયોગ. (ii) વૈક્રિય કાયયોગ - જે શરીરથી “એક થઈને અનેક થવું, અનેક થઈને એક થવું, અણુ થઈને મોટા થવું, મોટા થઈને અણુ થવું.” વગેરે વિવિધ પ્રકારની કે વિશિષ્ટ પ્રકારની ક્રિયા થાય તે વૈક્રિય શરીર. તેનાથી થતી પ્રવૃત્તિ તે વૈક્રિય કાયયોગ. (ii) આહારક કાયયોગ - 14 પૂર્વધર મહાત્મા તીર્થંકરની ઋદ્ધિ જોવી વગેરે કાર્ય આવે ત્યારે વિશિષ્ટ લબ્ધિથી જે શરીર બનાવે તે આહારક શરીર. તેનાથી થતી પ્રવૃત્તિ તે આહારક કાયયોગ. (v) દારિકમિશ્ર કાયયોગ - ઔદારિક અને કાર્પણની ભેગી પ્રવૃત્તિ તે ઔદારિકમિશ્ર કાયયોગ. તે ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિકશરીર ન બને ત્યાંસુધી અને કેવળીસમુદ્દઘાતમાં બીજા, છઠ્ઠા અને સાતમા સમયે હોય છે. | (V) વૈક્રિયમિશ્ર કાયયોગ - દેવો અને નારકોને ઉત્પત્તિના બીજા સમયથી