Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 542 દ્વાર ૨૦૬મું - 363 પાખંડીઓ એમ રાજા વગેરે ૭નો દરેકનો 4-4 પ્રકારે વિનય કરનારના 4-4 ભેદ થાય. આમ કુલ 32 ભેદ થાય. આમ પાખંડીઓના 363 ભેદ થયા. તે આ પ્રમાણે. પાખંડી ભેદ ક્રિયાવાદી 180 અક્રિયાવાદી અજ્ઞાનિક વિનયિક કુલ 363 આ 363 પાખંડીઓનું ખંડન સૂત્રકૃતાંગ વગેરે ગ્રંથોમાંથી જાણી 84 32 લેવું. + આજ્ઞામાં ભગવાનનો ધર્મ છે. આજ્ઞા છે કે સાધુએ ગુરુની નિશ્રામાં જ રહેવું જોઈએ. સિંહની જેમ એકલા રહીને ઉગ્ર સંયમ-તપ કરશું - શાસ્ત્રકારે આવા ચારિત્ર-તપની આરાધનાને કુલટા નારીના ઉપવાસ જેવી કહી છે. મન મક્કમ કરે તો શૂળીની વેદના સોય જેટલી પણ ન લાગે. મન મક્કમ ન કરે તો સોયની વેદના પણ શૂળી જેવી લાવે.