Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પપ૮ દ્વાર ૨૧૪મું - જીવોના પ્રકારો (31-42) 12 દેવલોકના દેવોના 12 પ્રકાર. (43-51) 9 રૈવેયકના દેવોના 9 પ્રકાર. (57) મનુષ્ય. (58) તિર્યંચ. (24) જીવોના 116 પ્રકાર - ઉપર કહેલ 58 પ્રકારના જીવોના દરેકના પર્યાપ્ત-અપર્યાપ્ત એમ 2-2 ભેદ થવાથી 116 પ્રકાર થાય છે. (25) જીવોના 146 પ્રકાર - ઉપર કહેલ 116 પ્રકારના જીવો અને પૂર્વે કહેલ 32 પ્રકારના જીવોમાંથી પર્યાપ્ત-અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય સિવાયના 30 પ્રકારના જીવો = 146 પ્રકારના જીવો. આ 146 પ્રકારના જીવોમાંથી કેટલાક જીવો ભવ્ય છે, કેટલાક અભવ્ય છે, કેટલાક દૂરભવ્ય છે અને કેટલાક આસન્નભવ્ય છે. (1) ભવ્ય - મોક્ષે જવાને યોગ્ય જીવો તે ભવ્ય જીવો. બધા ભવ્ય જીવો મોક્ષમાં જાય જ એવો નિયમ નથી. કેટલાક ભવ્ય જીવો એવા પણ છે જેમનો મોક્ષ થતો નથી. ભવ્યજીવોનું ભવ્યત્વ અનાદિકાળથી સિદ્ધ જ છે. (2) અભવ્ય -મોક્ષે જવાને અયોગ્ય જીવો તે અભવ્ય જીવો. તેમનો ક્યારેય મોક્ષ થતો નથી. તેઓ હંમેશા સંસારમાં જ રહે છે. તેમનું અભવ્યત્વ અનાદિકાળથી સિદ્ધ જ છે. (3) દૂરભવ્ય - જેઓ ગોશાળાની જેમ લાંબા કાળે મોક્ષે જાય છે તે દૂરભવ્ય જીવો.