Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 8 કર્મોની 158 ઉત્તરપ્રકૃતિઓ 585 ઉત્તરપ્રકૃતિ કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય મોહનીય 28 આયુષ્ય નામ 103 ગોટા અંતરાય કુલ 158 + ગધેડાની પીઠ પર સાકરની ગુણીઓ નાંખી હોય છે. એટલા માત્રથી તેને સાકરના સ્વાદનો લાભ મળતો નથી, માત્ર વહન કરવાનો શ્રમ જ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આગમો માત્ર ભણવાથી ફલદાયી થતા નથી. પરંતુ આગમોમાં કહેલ આચારોના પાલનથી, સંયમ અને તપથી જીવો ભવાંતરમાં સ્વર્ગાદિ સુખ પ્રાપ્ત કરીને મુક્તિના સુખને પણ મેળવે છે. + ગુણીજનોના ગુણોની અનુમોદનાથી ગુણોની શીધ્ર પ્રાપ્તિ થાય છે. જયારે ગુણીજનો પ્રત્યેના મત્સરભાવથી પોતાનામાં રહેલા ગુણો નાશ પામે છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પ્રાપ્ત ન થઈ શકે તેવા થાય છે. દુર્લભબોધિપણું થાય છે. પુણ્ય પણ ખતમ થાય છે. જીવની કારમી દશા થાય છે.