Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પ૭૪ નામકર્મની ઉત્તરપ્રવૃતિઓ (5) કલિકાસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા માત્ર હાડકાની ખીલીથી બંધાયેલા હોય તે. (vi) સેવાર્તસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા માત્ર પરસ્પર સ્પર્શલા હોય તે. આ સંઘયણવાળાને વારંવાર તેલમાલીશ, શરીર દબાવવું વગેરે સેવાની જરૂર પડે છે. સંઘયણ નામકર્મના 6 ભેદ છે - (i) વજઋષભનારાચસંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે. (i) ઋષભનારાચસંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં ઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે. (i) નારાચસંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં નારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે. (iv) અર્ધનારાચસંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં અર્ધનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે. (v) કલિકાસંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં કલિકાસંઘયણની પ્રાપ્તિ થાય તે. (vi) સેવાર્તસંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સેવાર્તસંઘયણની પ્રાપ્તિ થાય તે. (8) સંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સંસ્થાનની પ્રાપ્તિ થાય તે. સંસ્થાન એટલે શરીરની આકૃતિ. તે 6 પ્રકારના છે - (i) સમચતુરગ્નસંસ્થાન - શરીરના લક્ષણશાસ્ત્રમાં કહેવા પ્રમાણ અને લક્ષણથી યુક્ત એવા જે શરીરમાં પદ્માસનમાં બેઠા પછી (1) જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર (ર) ડાબા ખભાથી જમણા