Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ પ૭૩ પુગલોને જીવ ભેગા કરે તે. () કાર્મણ સંઘાત નામકર્મ-જે કર્મના ઉદયથી કાર્મણશરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને જીવ ભેગા કરે તે. (7) સંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સંઘયણની પ્રાપ્તિ થાય તે. સંઘયણ એટલે હાડકાની રચના. તે 6 પ્રકારના છે - વજઋષભનારાચસંઘયણ - વજ = ખીલી, ઋષભ = પાટો, નારાચ = બન્ને બાજુ માર્કટબંધ૧. જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય, તેમની ઉપર હાડકાનો પાટો વીંટેલો હોય અને તેમની ઉપર ત્રણેને ભેદનાર હાડકાની ખીલી હોય તે વજઋષભનારાચસંઘયણ. (i) ઋષભનારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને તેમની ઉપર હાડકાનો પાટો વીંટેલો હોય તે. મતાંતરે વજનારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને તેમની ઉપર હાડકાની ખીલી લાગી હોય તે. (ii) નારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય તે. (v) અર્ધનારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા એક બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને બીજી બાજુ હાડકાની ખીલીથી બંધાયેલા હોય 1. મર્કટબંધ = મર્કટ = વાંદરાનું બચ્યું. તે માતાની છાતીએ જેમ જોરથી વળગી રહે છે, તે રીતે બે હાડકા પરસ્પર જેમાં વળગી રહ્યાં હોય તેવી રચનાને મકેટબંધ કહેવાય છે.